વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડા બાદ વીજળીની સમસ્યા ઉદભવી, લોકોને સંતોષકારક જવાબ ન મળતાં રોષ વ્યાપ્યો
- સુરેન્દ્રનગરમાં વાવાઝોડા બાદ વીજળીની સમસ્યા ઉદભવી
- ફરિયાદ લખાવવા પહોંચે લોકોને સંતોષકારક જવાબ ન મળતાં રોષ વ્યાપ્યો.
- અનેક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સુરેન્દ્રનગરમાં વાવાઝોડા બાદ વીજળીની સમસ્યા ઉદભવી ફરિયાદ લખાવવા પહોંચે લોકોને સંતોષકારક જવાબ ન મળતાં રોષ વ્યાપ્યો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તાઉતે નામના વાવાઝોડા બાદ અનેક વિસ્તારોમાં વીજ પોલ સાથે વીજ વાયરો તૂટી ગયા હતા.
ત્યારે વીજ થાંભલાઓ પડી જવાના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જે તે વિસ્તારના રહીશો સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીએ ફરિયાદ નોંધાવવા પહોંચતા કોઈ જવાબદાર હાજર ન હોવાથી તેમજ કોઈ યોગ્ય જવાબ ન મળતો હોવાથી ફરિયાદ કરવા આવનાર લોકોમાં પીજીવીસીએલની કામગીરી બાબતે રોષની લાગણી પણ ઊભી થવા પામી છે.
વઢવાણ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોની બસો પણ વાવાઝોડા બાદ રાહત કાર્યોમાં ફાળવાઇ