સુરેન્દ્રનગરના થાનગઢ નગર પાલિકાના પ્રમુખ દ્વારા ICU બેડ સાથેનું કોવિડ સેન્ટર ફાળવવાની માંગ કરાઈ
- થાનગઢ નગર પાલિકાના પ્રમુખ દ્વારા ICU બેડ સાથેનું કોવિડ સેન્ટર ફાળવવાની માંગ કરાઈ.
- કોવિડ સેન્ટર ન હોવાથી શહેર તથા તાલુકાના 28 ગામડાના કોરોના પોઝિટિવ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.

થાનગઢ નગર પાલિકાના પ્રમુખ દ્વારા ICU બેડ સાથેનું કોવિડ સેન્ટર ફાળવવાની માંગ કરાઈ. થાનગઢમાં પણ વધતા જતા કોરોનાના કેસો વચ્ચે થાનગઢમાં કોવિડ સેન્ટર આપવાની થાનગઢ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત જવા પામી છે.
જવાહર ચોક વિસ્તારમાં ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ
જેમાં જણાવવામાં આવ્યું છે કે થાનગઢ તાલુકામાં એક પણ કોવિડ સેન્ટર ન હોવાથી શહેર તથા તાલુકાના 28 ગામડાના કોરોના પોઝિટિવ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. આથી આ મુશ્કેલી દૂર કરવા થાનગઢમાં ICU બેડ સાથેનું કોવિડ સેન્ટર ફાળવવાની માંગ કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર મુક્તિધામમાં કેટલાંક લોકો દ્વારા દલીલો કરવામાં આવતા સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું