રણકાંઠાનું ગૌરવ: પાટડીના અંબાળા ગામની બે વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભમાં ઝળકી, તલવારબાજી અને દોડમાં વિજેતા થઇ મેડલ મેળવ્યા
- પંથકના રાજકીય આગેવાનો તથા ગ્રામજનો દ્વારા બંનેનું સન્માન કરાયું
પાટડીના અંબાળા ગામની બે વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભમાં ઝળકી હતી. તલવારબાજી અને દોડમાં વિજેતા થઇ મેડલ મેળવ્યા હતા. આથી પંથકના રાજકીય આગેવાનો તથા ગ્રામજનો દ્વારા બંનેનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ બંને વિદ્યાર્થીનીઓ સમગ્ર અંબાળા ગામ તથા રણકાંઠાનું ગૌરવ વધાર્યું છે.
દસાડાના અંબાળા ગામની અને હાલ જે.એમ.ચૌધરી સ્કૂલ ગાંધીનગર ખાતે ધોરણ 7માં અભ્યાસ કરતી નેહાબેન વિષ્ણુભાઈ ફેન્સીંગ (તલવારબાજી) અંડર 14માં ઝોન કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો હતો. જ્યારે ક્રિષ્ના બાબુભાઈ ખંભાળિયા ધોરણ-8 ભોલેશ્વર પ્રાથમિક શાળા હિંમતનગર ખાતે અભ્યાસ કરે છે. તેમને 600 મીટર દોડ અંડર-14માં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર મેળવી સમગ્ર અંબાળા ગામ તથા રણકાંઠાનું ગૌરવ વધાર્યું છે.
આ બન્ને બાળાઓને ડ્રીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે અંબાળા પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષક રમેશ જાદવ દ્વારા તાલીમ પુરી પાડવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે બંને બાળાઓએ મેડલ તથા નંબર મેળવી સમગ્ર ગામ અને તાલુકા જિલ્લાને આપી છે.
પંથકમાં બાળાઓએ મેડલ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષા તથા ઝોન કક્ષાએથી નંબર મેળવ્યો હોવાની જાણ રાજકીય આગેવાનોને થતા બંને બાળાઓનો અંબાળા ગામે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશ ડોડીયા તથા અંબાળા ગ્રામપંચાયત સરપંચ, ઉપસરપંચ, કનુભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાની છોકરીનો પોતાની જ જાત સાથે લગ્નનો નિર્ણય, બે અઠવાડિયાના હનીમૂનનો પણ છે પ્લાન