કાર્યવાહી: ચોટીલામાં ગાંજા સાથે સુરેન્દ્રનગરના 2 ઝડપાયા
- સ્થાનિક બુટલેગરને ડિલિવર આપવા આવ્યાની આશંકા
ચોટીલા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ચામુંડા તળેટી વિસ્તાર માંથી બે શખ્સોને 1185 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા હતા.આ બંન્ને સામે નાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધી નાની મોલડી પોલીસે તપાસ હાથ ધરી છે.
ચામુંડા તળેટી વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ભક્તિવન પાસે સુરેન્દ્રનગર દાળમીલ રોડ ઉપરના રહીશ ભરત મહેશભાઇ ત્રિવેદી અને ભરત અશોકભાઈ તલસાણીયા શંકાસ્પદ હાલતમાં ઉભા હતા.
જેની તલાશી લેતા બંન્નેના કબ્જામાં સુકા ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ચોકીએ લાવી પંચો રૂબરૂ કાર્યવાહી કરી 1185 ગ્રામ સુકા ગાંજો તેમજ બે મોબાઇલ ફોન મળી રૂ.15,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ નાની મોલડી પીએસઆઇ વાય.એસ.ચુડાસમા ને સોપવામાં આવી છે.આ કાર્યવાહીમાં પીઆઇ આઇ.બી.વલવી, કેતનભાઇ ચાવડા, ઇશ્ચરભાઇ રંગપરા, કમલેશભાઈ, વજાભાઇ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.
અનોખી સેન્ડવીચ: તમે ખાધી છે ક્યારેય આઈસ્ક્રીમ સેન્ડવીચ? ભાવનગરમાં લોકો ઉમટી પડ્યા, જુઓ Video
સુરેન્દ્રનગરથી ચોટીલા ડિલિવરી આપવા આવ્યા હોવાની આશંકા: ચોટીલામાં છુટક ચરસ ગાંજાનું વેચાણ ચોક્કસ વિસ્તારોમાં પડીકી રૂપે થતું હોવાની બૂમરાડો ઉઠી છે. આ પકડાયેલા બંન્ને શખ્સો ચોટીલા ખાતે આવા છુટક વેચાણ કરતા બુટલેગરને માલ આપવા આવેલ હોવાનું અનુમાન સેવાઇ રહ્યુ છે. જ્યારે તળેટી નજીકનો મફતિયાપરા વિસ્તાર તપાસનાં કેન્દ્ર બિંદુ પર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.