વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન
- સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન
- શનિ મંદિર ખાતે યુવાકર્મ મંથન કાર્યક્રમનું આયોજન
- ભારત માતા તેમજ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સાફ સફાઈ કરી
- સ્વચ્છતાને પણ અગ્રતા આપવામાં આવી
સુરેન્દ્રનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુવા મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શનિ મંદિર ખાતે યુવાકર્મ મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આગેવાનો અને યુવાનો દ્વારા ભારત માતા તેમજ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાદમાં મેદાનમાં રહેલ પ્લાસ્ટિકનો કચરો હટાવી સ્વચ્છતાને પણ અગ્રતા આપવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
બાદમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવાનો સાથે બેઠક કરી રાષ્ટ્રભાવના અને યુવાનીતિ માટે જિલ્લા સંયોજક ભવાનસિંહ ટાંક દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ એટલે કે તારીખ 02 ઓગસ્ટનાં રોજ સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું.
આ કાર્યક્ર્મમાં જિલ્લા સંયોજક ભવાનસિંહ ટાંક સાથે નગરપાલિકાના ચેરમેન એવા હંસાબેન ઉદ્દેશા, સ્મિતાબેન રાવલ, હંસાબેન સોલંકી, જિલ્લા ભાજપ મહિલા મોર્ચના ઉપાધ્યક પૂનમબા સોલંકી, નગરપાલિકાના પૂર્વ સદસ્ય એવા ચંદ્રિકાબેન, પાવાગઢીભાઈ, સ્થાનિક આગેવાનો અને સુરેન્દ્રનગર જિલ્લાના સંયોજક એવા હર્ષદભાઈ ગાંધી, ભાવેશભાઈ દાદલ તેમજ વઢવાણ ગ્રામ્ય સંયોજક અર્જુનભાઈ ડોડીયા, રવિભાઈ, હરેશભાઈ, નવદીપભાઈ સાથે યુવા ટીમના સભ્યો અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડએ જહેમત ઉઠાવી હતી.