નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન સંદર્ભે ચુડા, સાયલા, ધ્રાંગધ્રા, પાટડી તથા મુળી તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયા
-
નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમમાં વિજેતા ખેલાડીઓને ચેક તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરાયા
ગુજરાતના યજમાનપદે તા.29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ યોજાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા આશય સાથે 16 સપ્ટેમ્બર સુધી નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજે નગરપાલિકાના પ્રમુખશ્રી કલ્પનાબેન રાવલના અધ્યક્ષસ્થાને ધ્રાંગધ્રા ખાતે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે.એન બારોટના અધ્યક્ષસ્થાને સાયલા ખાતે, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને ચુડા ખાતે, પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પાટડી ખાતે, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને મુળી ખાતે નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઈન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિજેતા ખેલાડીઓને ચેક વિતરણ કરાયા હતા તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અધિકારી -પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતાં.
Hindi Diwas 2022: હિન્દી દિવસની ઉજવણીનો ઇતિહાસ, મહત્વ અને પદ્ધતિ જાણો