કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક

Photo of author

By SOHAM 24 NEWS

કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક

  • રાજ બેંકના હુલામણા નામે ઓળખાતી ધી કો. ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લી. દ્વારા વિવિધ કપરી પરિસ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
  • રાજ બેંક દર વરસે 31 મી માર્ચના રોજ નાણાકીય વર્ષ 2020-2021 ના પરિણામોની ઘોષણા બોર્ડની મિટીંગમાં કરવામાં આવી હતી.
  • બેંકની કુલ 27 શાખાઓ છે જે પૈકી 16 શાખાઓ માલિકીના મકાનમાં કાર્યરત છે.
કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક
કોરોના મહામારીના સમયમાં પણ રૂ.93 કરોડનો નફો કરતી રાજ બેંક

રાજ બેંકના હુલામણા નામે ઓળખાતી ધી કો. ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લી. દ્વારા વિવિધ કપરી પરિસ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. રાજ બેંક દર વરસે 31 મી માર્ચના રોજ નાણાકીય વર્ષ 2020-2021 ના પરિણામોની ઘોષણા બોર્ડની મિટીંગમાં કરવામાં આવી હતી. રાજ બેંકના સી.ઇ.ઓ. સત્યપ્રકાશ ખોખરાના જણાવ્યા અનુસાર 4230 કરોડ રૂપિયાના બિઝનેશમાં ઇન્કમટેક્સ અને કાયદાકીય જોગવાઇઓ પહેલાનો 93 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. જે બેંકના 41 વરસના ઈતિહાસમાં સૌથી વધુ નફો છે. બેંક પાસે 533 કરોડ રૂપિયાના માલિકીના ભંડોળ છે. આ ઉપરાંત 2637 કરોડ રૂપિયાની ડિપોઝીટ અને 1593 કરોડનું ધિરાણ પણ છે. બેંકે કુલ 1507 કરોડ રૂપિયાનું સરકાર માન્ય રોકાણ પણ કર્યું છે.

બેંક નિયમાનુસાર ડિવીડન્ટ ચૂકવે છે તેમાં ખાસ કરીને છેલ્લા 6 નાણાકીય વર્ષમાં બેંક દ્વારા રૂ. 95 કરોડ કરતાં વધુનું ડિવીડન્ટ જે તે વર્ષના નફામાંથી ચૂકવી આપેલ છે. બેંકે છેલ્લા 21 વરસમાં રૂ. 706 કરોડ કરતા વધુ રકમનો નફો કરેલ છે. જે પરત્વે રૂ. 190 કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ પણ ચૂકવેલ છે. વર્ષ 2001 ની સાલમા બેંક પાસે રૂ. 152 કરોડની ડિપોઝીટ હતી જે ડિપોઝીટ છેલ્લા 20 વરસમાં રૂ. 2485 કરોડ કરતા વધુ રકમના જંગી વધારા સાથે ડિપોઝીટ રૂ. 2537 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે.

બેંકનું સરકાર માન્ય જામીનગીરીમાં રોકાણ + અન્ય બેંકોમાં એફ.ડી. સ્વરૂપે + ત્વરીત રોકડમાં રૂપાંતર થાય તેવું રોકાણ મળી કુલ રોકાણ રૂ. 1507 કરોડનું છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે

બેંકમાં એક કર્મચારી દીઠ એવરેજ પગાર ખર્ચ રૂ. 10 લાખ જેટલો છે. જયારે એક કર્મચારી દીઠ નફો રૂ. 38 લાખ કરતા વધારે છે. જે સમગ્ર સહકારી બેંકીંગ ક્ષેત્રેમાં ઉત્તમ માપદંડ ગણી શકાય.

બેંકની કુલ 27 શાખાઓ છે જે પૈકી 16 શાખાઓ માલિકીના મકાનમાં કાર્યરત છે. તમામ શાખાઓ વાતાનૂકુલિત અદ્યતન સુવિધા સભર અને લોકર સુવિધા સાથેની છે.

રાજ બેંકની તમામ સફળતા માટેનો શ્રેય બેંકના ચેરમેન જગદીશભાઇ કોટડીયા તેમજ સીઇઓ સત્યપ્રકાશ ખોખરાએ રાજ બેંકના શેર હોલ્ડરો, થાપણદારો, ધિરાણદારો, બોર્ડના સભ્યો અને 242 કર્તવ્યનિષ્ઠ કર્મચારીના શીરે આપેલ છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે