રાજકોટના કલાકાર સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે, આગામી દિવસોમાં મંદિરની રૂપરેખા જાહેર કરશે

Photo of author

By SOHAM 24 NEWS

રાજકોટના કલાકાર સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે, આગામી દિવસોમાં મંદિરની રૂપરેખા જાહેર કરશે

Google News Follow Us Link

રાજકોટના કલાકાર સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે, આગામી દિવસોમાં મંદિરની રૂપરેખા જાહેર કરશે

સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે આ દુનિયાને હવે અલવિદા કરી લીઘી છે. તેમના નિધનથી દેશ અને દુનિયાના તેમના ચાહક વર્ગમાં દુઃખની લાગણી જોવા મળી છે. લતા મંગેશકરે લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેની સાથેના પોતાના સંસ્મરણો વાગોળે છે.

  • સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કરી લીઘી છે.
  • ભુપેન્દ્રભાઇ લત્તાદીદીને સંગીતના દેવી માની રહ્યા છે
  • ભુપેન્દ્ર વસાવડાએ લત્તાદીદીનું એક સ્મૃતિ મંદિર બનાવવાની લાગણી વ્યક્ત કરી

ભુપેન્દ્ર વસાવડાએ લતા મંગેશકર સાથેની સ્મૃતિ વાગોળી :-

સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે આ દુનિયાને હવે અલવિદા કરી લીઘી છે. તેમના નિધનથી દેશ અને દુનિયાના તેમના ચાહક વર્ગમાં દુઃખની લાગણી જોવા મળી છે. લતા મંગેશકરે લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેની સાથેના પોતાના સંસ્મરણો વાગોળે છે. રાજકોટના આવા જ એક કલાકાર જેમનું નામ ભુપેન્દ્ર વસાવડા છે તેઓનો પણ લત્તાજી સાથેનો નાતો વિશેષ છે. ભારે હ્રદય સાથે તેઓ આજે લત્તાદીદીને યાદ કરે છે. ભુપેન્દ્રભાઇ લત્તાદીદીને સંગીતના દેવી માની રહ્યા છે અને એટલા માટે જ તેમણે રાજકોટ ખાતે લત્તાદીદીનું એક સ્મૃતિ મંદિર બનાવવાની લાગણી વ્યક્ત કરી છે. આ મંદિર કેવું અને કઇ રીતનું બનાવવું તે અંગે આગામી દિવસોમાં તેઓ આયોજન કરશે.

રાજકોટના કલાકાર સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે, આગામી દિવસોમાં મંદિરની રૂપરેખા જાહેર કરશે

નવેમ્બર 1954 સુગમ સંગીત સ્પર્ધામાં લતા દીદી સાથે મુુલાકાત :-

રાજકોટના ભુપેન્દ્ર વસાવડાની લતા મંગેશકર સાથે વર્ષ 1954માં મુલાકાત થઇ હતી.અમદાવાદ ખાતેની એક સુગમ સંગીતની હરિફાઇમાં ભુપેન્દ્રભાઇએ ભાગ લીધો હતો અને તેના જજ તરીકે લતા મંગેશકરજી ઉપસ્થિત રહ્યા હતા. દરેક પ્રતિસ્પર્ધીએ એક ગીત ગાવાનું હોય છે. જ્યારે ભુપેન્દ્રભાઇએ ગીત ગાયું ત્યારે સૌ કોઇ મંત્રમુગ્ઘ થઇ ગયા હતા. લતા દીદીને પણ ભુપેન્દ્રભાઇનું ગીત ખૂબ ગમ્યું હતુ. તેથી લતા દીદીએ ભુપેન્દ્રભાઇને તેની નજીક બોલાવ્યા હતા અને બીજું ગીત ગાવા માટે કહ્યું હતુ. લતાજી ભુપેન્દ્રભાઇના ગીતથી ખુબ ખુશ થયા હતા અને સુગમ સંગીતની એ સ્પર્ધામાં ભુપેન્દ્રભાઇને ગોલ્ડ મેડલ મળ્યું હતું.

રાજકોટના કલાકાર સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે, આગામી દિવસોમાં મંદિરની રૂપરેખા જાહેર કરશે

ભુપેન્દ્ગભાઇ ગણેશ મહોત્સવમાં અચૂક લત્તાજીને મળતા :-

વર્ષ 1954થી ભુપેન્દ્રભાઇ લતા જી સાથે સંપર્કમાં આવ્યા હતા. તેઓના સંગીતે લતાદીદીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. જે બાદ ભુપેન્દ્રભાઇ દર વર્ષે લતાદીદીએ સ્થાપના કરેલા ગણેશ મહોત્સવના દર્શન માટે જતા હતા. ભુપેન્દ્રભાઇ રાજકોટના પેંડા અને ચુરમાના લાડું ગણેશજીના પ્રસાદ માટે લઇ જતા હતા. દર વર્ષે તેઓ ગણેશજીની સાથે લતાજીના દર્શન પણ કરતા હતા અને તેની તબિયતના ખબર અંતર પુછતા હતાં.

મહાભારતમાં યાદગાર પાત્ર ભજવનાર અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ, અત્યંત કંગાળ હાલતમાં કાઢ્યા છેલ્લા દિવસો

વધુ સમાચાર માટે…

દેશ-પરદેશની આજકાલ 

Google News Follow Us Link