રાજકોટ પોલીસે કાળા બજારી રોકવા માટે લેબોરેટરી તેમજ એરપ્રોડક્ટની તપાસ શરૂ કરી
- રાજકોટ પોલીસે કોવિડ-19 ની સારવાર અને નિદાનમાં નિયત કરેલા ભાવ કરતાં વધુ ભાવ લઈને કાળા બજારી રોકવા માટે લેબોરેટરી તેમજ એરપ્રોડક્ટની તપાસ શરૂ કરી હતી.
રાજકોટ પોલીસે કોવિડ-19 ની સારવાર અને નિદાનમાં નિયત કરેલા ભાવ કરતાં વધુ ભાવ લઈને કાળા બજારી રોકવા માટે લેબોરેટરી તેમજ એરપ્રોડક્ટની તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત ભક્તિનગર પોલીસનો કાફલો ત્રિશુલ એરપોર્ટ ખાતે દોડી ગયો હતો અને ઓક્સિજનના જરૂરિયાત મુજબના ભાવ લેવામાં આવે છે કે કેમ તેની ખરાઇ કરી હતી સાથે સીટી સ્કેન અને અન્ય રિપોર્ટ કાઢી આપવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ કરતાં વધારે ભાવ લેવામાં આવે છે કે કેમ તે અંગે ગ્રાહકોની પૂછપરછ કરી હતી.
વલસાડમાં કોરોના સંક્રમણ મૃત્યુ પામેલા એક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સન્માન આપ્યું
આ ઉપરાંત ભક્તિનગર પોલીસે શહેરની ક્રિષ્ના લેબોરેટરી તેમજ યમુના લેબોરેટરી સહિતના સ્થળોએ ગ્રાહકો સાથે વાતચીત કરી નિયમોના પાલન અંગેની ખરાઇ કરી હતી.આ દરમિયાન નિયમ મુજબ જ ભાવ લેવાતા હોવાનું ગ્રાહકોએ પણ સ્વીકાર્યું હતું.
બોટાદમાં બુદ્ધ વિહાર ખાતે જાણીતા લેખક-કવિ રત્નાકર નાંગરનું વ્યાખ્યાન