Site icon સોહમ 24 ન્યુઝ

Ram Setuના પોસ્ટરની ઉડાવી મજાક, મસાલ પ્રગટાવવા પર અક્ષય કુમારને કર્યા ટ્રોલ

Ram Setuના પોસ્ટરની ઉડાવી મજાક, મસાલ પ્રગટાવવા પર અક્ષય કુમારને કર્યા ટ્રોલ

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ રામ સેતુના પોસ્ટર સામે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. લોકો આ પોસ્ટરના તર્કને સમજી રહ્યા નથી. સોશિયલ મીડિયા યુઝર્સને આ પોસ્ટરમાં એવી ખામી જોવા મળી છે, જેના પછી અભિનેતાની મજાક ઉડાવવામાં આવી રહી છે.

Google News Follow Us Link

Ram Setu’s poster mocked, Akshay Kumar trolled for Mashal

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં ઘણા કારણોસર ચર્ચામાં છે. અક્ષયને ક્યારેક તેની તમાકુ બ્રાન્ડની જાહેરાત માટે તો ક્યારેક ફિલ્મના પોસ્ટર પર ટ્રોલ કરવામાં આવે છે. હવે આ ફિલ્મના પોસ્ટર પર ટ્રોલ થવાની વાત શું છે. ચાલો જાણીએ. અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ રામ સેતુને લઈને ચર્ચામાં છે. ખરેખર હાલમાં જ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારથી લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. ફિલ્મના નવા પોસ્ટરમાં અક્ષય અને જેકલીન ફર્નાન્ડીઝ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. જો કે સોશિયલ મીડિયા યુઝર્સને આ પોસ્ટરમાં આવી ખામી જોવા મળી છે. જેના પછી અભિનેતાની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે અક્ષય હાથમાં મસાલ લઈને કંઈક જોવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની પાસે ઉભેલી જેકલીનના હાથમાં પણ ટોર્ચ છે. સોશિયલ મીડિયા પર આ તસવીર આવતાની સાથે જ લોકોએ અક્ષયને ટ્રોલ શરૂ કરી દીધું હતું. લોકો એકસાથે મશાલ અને ટોર્ચ રાખવાનો તર્ક સમજી નથી રહ્યા.

પોસ્ટર થયું વાયરલ

અક્ષય કુમારે (Akshay Kumar) હાલમાં જ તેની આગામી ફિલ્મ રામ સેતુનું પોસ્ટર શેયર કર્યું છે. જેમાં અક્ષય કુમાર સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને અન્ય એક વ્યક્તિ જોવા મળી હતી. રામ સેતુના આ પોસ્ટરમાં અક્ષય કુમાર હાથમાં સળગતી મસાલ પકડેલો જોવા મળ્યો હતો. જેકલીન તેના હાથમાં ટોર્ચ છે. પોસ્ટર જોઈને લાગે છે કે તેઓ કંઈક શોધી રહ્યા છે. પોસ્ટરમાં ત્રણેય પાત્રો તીવ્ર દેખાવ આપતા જોવા મળ્યા હતા. પોસ્ટર શેયર થતાની સાથે જ તે વાયરલ થવા લાગ્યું. અક્ષય કુમારના આ પોસ્ટર સામે પણ ટ્રોલ્સે વાંધો ઉઠાવ્યો હતો. લોકો આ પોસ્ટરના તર્કને સમજી રહ્યા નથી.

અન્ય એક વ્યક્તિએ કટાક્ષ કરતા લખ્યું કે આ ફક્ત બોલિવૂડમાં જ જોઈ શકાય છે. જ્યાં એક અભિનેતાના હાથમાં ટોર્ચ હોય અને બીજાના હાથમાં બેટરી હોય. તે પણ એ જ ફ્રેમમાં. RIP logic. રામસેતુ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જેકલીન ફર્નાન્ડીઝ, નુસરત ભરૂચા જોવા મળશે.

રામ સેતુની રિલીઝ પહેલા જે રીતે ફિલ્મને ટ્રોલ કરવામાં આવી રહી છે, તે જોવું રહ્યું કે તેની રિલીઝ પછી આ સીન વિશે લોકોની પ્રતિક્રિયા બદલાય છે કે પછી તે એવી જ રહે છે.

રાજકોટમાં વકીલ હુમલાનો કેસ: ASIના પતિ સહિત 5ને મારતા હોવાનો વીડિયો કોલ પોલીસે ગોકાણી પરિવારને બતાવ્યાનો આક્ષેપ

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version