Site icon સોહમ 24 ન્યુઝ

મૂળીનાં લીમલીપા વિસ્તારમાં ગંદુ પાણી વિતરણ થતું હોવાની રાવ

મૂળીનાં લીમલીપા વિસ્તારમાં ગંદુપાણી વિતરણ થતું હોવાની રાવ

મૂળીનાં લીમલીપા વિસ્તારમાં ગંદુપાણી વિતરણ થતું હોવાની રાવ

Google News Follow Us Link

મૂળીનાં લીમલીપા વિસ્તારમાં નળ કનેક્શન સાથે ગટરનું પાણી ભળી રહ્યું હોવાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી કરાય તેવી સ્થાનિક રહીશ દ્વારા માગ કરાઇ છે. મૂળી શહેરમાં છાશવારે પાણીને લઇ વિવિધ સમસ્યા સામે આવે છે. અને લોકોને સમસ્યા ભોગવવી પડે છે. ત્યારે હાલમાં પંચાયત દ્વારા અઠવાડિયે નળમાં પાણી વિતરણ થઇ રહ્યું છે. આથી લોકોને પીવાનું પાણી પણ બહારથી લાવવું પડે છે.

આ અંગે સ્થાનિક રહીશ ગજુભાએ જણાવ્યું હતું કે મૂળીનાં લીમલીપા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નળ કનેક્શન સાથે ગટરનું મિશ્રિત થાય છે. અને નળમાં આ પાણી અપાતું હોવાથી બિમારીમાં લોકો સપડાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.

રાહુલ ગાંધીની ટી-શર્ટ પર રાજકારણ: ભાજપે કહ્યું 41000ના કપડાં છે, તો કોંગ્રેસે 10 લાખના સૂટ પર કર્યો કટાક્ષ 

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version