સુરેન્દ્રનગર જિલ્લાને તિરંગામય બનાવી રાષ્ટ્ર્ર વંદના યાત્રાની ધ્રાંગધ્રામાં પૂર્ણાહુતિ, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લાને તિરંગામય બનાવીને રાષ્ટ્ર્ર વંદના યાત્રાની ધ્રાંગધ્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાએ પૂર્ણાહુતી કરી હતી. આ રાષ્ટ્ર્ર વંદના યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના 18 મંડળ અને આશરે 150 ગામડાઓમાંથી પસાર થઇ હતી.
- સુરેન્દ્રનગર જિલ્લાને તિરંગામય બનાવીને રાષ્ટ્ર્ર વંદના યાત્રાની ધ્રાંગધ્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાએ પૂર્ણાહુતી કરી
- રાષ્ટ્ર્ર વંદના યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના 18 મંડળ અને આશરે 150 ગામડાઓમાંથી પસાર થઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાને તિરંગામય બનાવીને રાષ્ટ્ર્ર વંદના યાત્રાની ધ્રાંગધ્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાએ પૂર્ણાહુતી કરી હતી. આ રાષ્ટ્ર્ર વંદના યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના 18 મંડળ અને આશરે 150 ગામડાઓમાંથી પસાર થઇ હતી. આ રાષ્ટ્ર્ર વંદના યાત્રાનું અનેક ધાર્મિક સ્થળોએ સ્વાગત અને આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા આખી રેલીમાં ઉપસ્થિત રહ્યાં હતા.
રાષ્ટ્ર્ર વંદના યાત્રા ધ્રાંગધ્રા મુકામે પહોંચતા પૂર્ણાહુતિ કરાઇ
સમગ્ર રાષ્ટ્ર્રની આન બાન અને શાનને વંદન કરવાના શુદ્ધ વિચારને અમલમાં લઇ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની તમામ વિધાનસભામાં બાઈક રેલી સ્વરૂપે નીકળેલી રાષ્ટ્ર્ર વંદના યાત્રા ધ્રાંગધ્રા મુકામે પહોંચી હતી. જેમાં વઢવાણ, જોરાવરનગર અને સુરેન્દ્રનગરમાં કોમી એકતાથી લઇને રાષ્ટ્ર્રના સન્માન સાથે ભારત માતા કી જય ઘોષ માટે સુરેન્દ્રનગર ઉમટી પડ્યું હતુ.
આ તિરંગા યાત્રા વર્ષો સુધી સુરેન્દ્રનગર જિલ્લાને અવિસ્મરણીય બનાવશે : આઇ.કે.જાડેજા
3 કલાક મોડી પહોંચેલી યાત્રાને સમગ્ર ધ્રાંગધ્રા નગરજનોએ ફૂલોની વર્ષા કરી વધાવી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં બહેનો, યુવાનો અને વેપારીઓથી લઇને સામાજિક સંસ્થાઓ મળી તમામે ‘જય હિન્દ’ના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. પૂર્વ કેબીનેટ મંત્રી આઈ.કે.જાડેજાની આગેવાનીમા નીકળેલી આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા પોતે 3 દિવસ સ્કૂટર ઉપર જિલ્લાના તાલુકા અને ગામડાઓમાં ફર્યા હતા. આ તિરંગા યાત્રા વર્ષો સુધી સુરેન્દ્રનગર જિલ્લાને અવિસ્મરણીય બનાવશે એમ લોકોએ આવકારી હોવાનું પૂર્વ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતુ.