દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું
- દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
- ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 30 પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના ડફેર પરિવારો ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે.
સમગ્ર દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા સમયે સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે રોજનું લાવીને રોજ ખાનારા પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા કપરા સમયમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 30 પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ત્યારે વિચરતી વિમુક્તા જાતી સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસના હસ્તે આ રાશન કિટનું વિતરણ કરવામાં આવતાં ડફેર પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.