લોકોમાં રાહત: દાતા દ્વારા સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ચાર રસ્તે ST પીકઅપ સ્ટેન્ડ બનાવાયું
- પાલિકા, ST ડેપોને લેખિત રજૂઆત કરી માગ કરાઇ હતી
સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ પર આવેલા ચાર રસ્તે એસટી પીકઅપ સ્ટેન્ડ બનાવવા લોકો દ્વારા કલેક્ટર, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ડેપોમેનેજરને લેખિત રજૂઆત કરાઇ હતી. આ અંગે અગાઉ રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય ન કરતા લોકોને હાલાકી થઇ રહી હતી. ત્યારે પાલિકા દ્વારા ડિઝાઈન સહિતની મંજૂરી અપાતા આ સ્થળે દાતા હાલ પીકઅપ સ્ટેન્ડની સુવિધા થતા લોકોમાં રાહત થઇ હતી.
સુરેન્દ્રનગરને જોરાવરનગર -રતનપર સાથે જોડતા રિવરફ્રન્ટ પરથી બસ સ્ટેન્ડથી ઉપડતી બસો પસાર થઇને રાજકોટ તરફ જાય છે. પરંતુ આ સ્થળે એસટી પીકઅપ સ્ટેન્ડ ન હોવાથી જોરાવરનગર અને રતનપરના લોકોને લોકોને છેક બસ સ્ટેન્ડ સુધી જવું પડતું હોવાથી હાલકીનો સામનો કરવો પડતો હતો.
20 વર્ષથી સમસ્યા: વઢવાણ વાડીવાળામાં હનુમાન મંદિરની બાજુના વિસ્તારમાં રસ્તા અને ગટરની સુવિધા જ નથી
આ અંગે અનેકવાર રજૂઆત છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા લોકોને રિક્ષા સહિતના ભાડા ખર્ચીને બસ સુધી પહોંચવું પડતું હતું. આથી કલેક્ટર, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ડેપોમેનેજરને લેખિત આવેદનો આપીને રિવરફ્રન્ટ કોઝવે પર આવેલા ચાર રસ્તાની ગોળાઇએ પીકઅપ સ્ટેન્ડ બનાવવા માગ કરાઇ હતી. પરિણામે બસ સ્ટેન્ડનું સ્થળ-ડિઝાઇન સહિતની મંજૂરી મળી હતી. દાતા જતીનભાઈ શેઠ દ્વારા આ સ્થળે પીકઅપ સ્ટેન્ડ બનાવી આપવામાં આવતા લોકોમાં રાહત ફેલાઇ હતી અને લોકો આ પીકઅપ સ્ટેન્ડનો લાભ લેતા થઇ ગયા હતા.
મામલતદારને આવેદન: સાયલા શહેરમાં વીજ સમસ્યા દૂર ન થાય તો જન આંદોલન કરીશું