Renting House – મકાન ભાડે આપતા અગાઉ પોલીસ સ્ટેશને જાણ કરવી ફરજિયાત
- મકાન ભાડે આપતાં પહેલા પોલીસને જાણ કરવા તાકીદ
રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમ ભાડે રાખીને અસામાજિક પ્રવૃતિઓમાં સામેલ થતા તત્વોને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા વગર મકાન ભાડે આપવાને પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં મકાન ભાડે આપતા અગાઉ ભાડે આપેલ મકાન-મિલકતની વિગત, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, મકાન ભાડે આપ્યાની તારીખ તથા માસિક ભાડાની રકમ, ભાડૂઆતના ફોટો સાથેના નામ-સરનામા સહિતની વિગતો જે-તે વિસ્તારના પોલિસ સ્ટેશને નિયત ફોર્મમાં ભરીને આપવાની રહેશે. હુકમનો અમલ હુકમની તારીખથી 30/04/2023 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા