વઢવાણ સુરેન્દ્રનગરની રામકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર-17 ખાતે નિવૃત થતા શિક્ષિકાએ સ્કૂલને આરો ભેટ આપી
- શાળા નંબર-17 ખાતે નિવૃત થતા શિક્ષિકાએ સ્કૂલને આરો ભેટ આપી.
- શાળામાં સ્વચ્છતા પાણી બાબતે આરો પ્લાન્ટની જરૂરિયાત જણાઈ હતી

શાળા નંબર-17 ખાતે નિવૃત થતા શિક્ષિકાએ સ્કૂલને આરો ભેટ આપી. સુરેન્દ્રનગરની રામકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર-17 ખાતે 11 જૂનના રોજ પીવાના પાણી માટેનો આરો અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ આરો પારૂલબેન એચ.રાવલ તરફથી શાળાને સહપ્રેમ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર માથક CHCમાં સાંસદની ગ્રાન્ટમાંથી દર્દીઓના લાભાર્થે એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરાઇ
શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ મુંજપરા શુભેચ્છા મુલાકાત લઇને શાળામાં ઉપસ્થિત જરૂરિયાત વિશે માહિતી મેળવી હતી ત્યારે શાળામાં સ્વચ્છતા પાણી બાબતે આરો પ્લાન્ટની જરૂરિયાત જણાઈ હતી આથી શાળાના મદદનીશ શિક્ષકા પારૂલબેન એચ.રાવળ આગામી દિવસોમાં નિવૃત્ત થવાના હોય ત્યારે તેઓ તરફથી શાળાને ડિસ્પેન્સરની
ભેટ આપવામાં આવી હતી. આ વેળાએ શાળાના શિક્ષક મુકેશભાઇ ભદ્રેશિયા તેમજ શાળાના શિક્ષકોએ ઉપસ્થિત રહીને તેઓની ભાવનાને આવકારી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા