- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસમીક્ષા બેઠક - સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને દિશા...

સમીક્ષા બેઠક – સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

- Advertisement -

Review Meeting – સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

Google News Follow Us Link

Review Meeting - સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

  • સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના જુદાં-જુદાં વિભાગો હેઠળનાં યોજનાકીય વિકાસ કામોની વિગતવાર સમીક્ષા ધરવામાં આવી હતી. વિવિધ યોજનાઓના લાભ જનસમુદાયને સમયસર મળી રહે તે રીતનું સુચારૂ આયોજન ઘડી કાઢવા ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ માર્ગદર્શન-સુચના આપ્યા હતા. બેઠકમાં ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા અને દસાડાના ધારાસભ્યશ્રી પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ સરકારશ્રીની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાનાં લોકો સુધી સમયસર પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.

સમીક્ષા બેઠક - સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લામાં કોઈ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ જો થતું હોઈ તો તેવા તબીબો/હોસ્પિટલ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા, જિલ્લા-તાલુકા કક્ષાએ “બેટી બચાવો-બેટી પઢાઓ” અભિયાનને વેગવાન બનાવવા તેમજ જિલ્લાની શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુનિશ્ચિત કરવા માટેના જરૂરી પગલાં લેવા પોલીસ સહિતનાં વિભાગોને સુચના આપી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય,  શિક્ષણ, નગરપાલિકા વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

સમીક્ષા બેઠક - સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટે ઉક્ત બેઠકમાં જિલ્લામાં ચાલતા યોજનાકીય કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. એમ. રાયજાદા સહિતનાં સમિતિના અન્ય સભ્યશ્રીઓ, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરેન્દ્રનગર ખાતે શ્રી અરવિંદ ઘોષની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...