- Advertisement -
HomeNEWSસુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

- Advertisement -

સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

વીસ ટકા યાર્ન એવા છે કે જે કુદરતી ચીજવસ્તુઓથી તૈયાર થઇ રહ્યા છે અથવા તો પ્લાસ્ટીકની બોટલ, કોટન કપડાને રિસાઇકલ કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે

સુરતમાં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઇકો ફ્રેન્ડલી યાર્નનું વધતું ચલણ

  • સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 12 હજાર કરતા વધારે મુલાકાતીઓએ ફૂટફોલની માહિતી મેળવી
  • પાણીની 10 થી 12 બોટલ્સમાંથી 1 કિલો પોલીએસ્ટર યાર્ન તૈયાર થઇ શકે છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) આયોજિત ત્રણ દિવસીય યાર્ન એક્સ્પોમાં (Yarn Expo) 12 હજાર કરતા વધારે મુલાકાતીઓએ ફૂટફોલની માહિતી મેળવતા એક્સ્પોના આયોજક ચેમ્બરના હોદ્દેદારો હરખાઇ ઉઠયા છે. ભારતના સૌથી મોટા ફેબ્રિક મેન્યુફેકચરિંગ હબ ગણાતા સુરતમાં યોજાયેલા સૌથી મોટા યાર્ન એક્સ્પોમાં આ વખતે ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને કોઇપણ પ્રકારે નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને બનાવવામાં આવેલા યાર્ન ઉડીને આંખે વળગી રહ્યા છે.

આ વખતે યાર્ન એક્ષ્પોમાં બધુ મળીને 150 થી વધુ યાર્ન ડિસ્પ્લેમાં મૂકાયા હતા. જેમાંથી વીસ ટકા યાર્ન એવા છે કે જે કુદરત ચીજવસ્તુઓથી તૈયાર થઇ રહ્યા છે અથવા તો પ્લાસ્ટીકની બોટલ, કોટન કપડાને રિસાઇકલ કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે, ભારતમાં કપડા ઉત્પાદન જેમ-જેમ હાઇટેક બની રહ્યું છે તેમ-તેમ હવે કપડા ઉદ્યોગ ઉપદ્રવ મુક્ત બની રહ્યો છે.

કેમિકલ કે પર્યાવરણને હાની ન પહોંચે એ રીતે કુદરતી સ્રોતમાંથી જ યાર્ન બનાવીને તેમાંથી કપડું બને એ દિશામાં ટેશટાઇલ ઉદ્યોગ આગળ વધી રહ્યો છે અને એટલે જ સુરતમાં આયોજિત યાર્ન એક્સ્પોમાં 100 રિસાઇકલ યાર્ન, કેળા અને પાઇનેપલના રેસામાંથી બનતા યાર્ન, કોટન કપડાને રિસાઇકલક કરીને તેમાંથી બનતા યાર્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે LRD અને PSIની ભરતી પ્રક્રિયા માટે શારિરીક કસોટીનો પ્રારંભ

10 થી 12  પ્લાસ્ટિક યુઝડ વોટર બોટલમાંથી 1 કિલો યાર્ન બને છે

100 ટકા રિસાઇકલ પૌલીએસ્ટર યાર્નના સુરતના પલસાણા સ્થિત ઉત્પાદકએ જણાવ્યું હતું કે, હાલમાં સ્પોર્ટસ વેયરથી લઈને શૂઝ બનાવવા માટે જે ફેબ્રિક તૈયાર થાય છે એ મોટા ભાગે 100 ટકા પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાઇકલ કરેલું હોય છે. તેમણે કહ્યું કે અમે આખા દેશમાંથી યુઝડ વોટર બોટલ્સ એકત્રિત કરીને તેને રિસાઇલ કરીએ છેએ એન્ડ યુઝર માટેનું કપડું તૈયાર કરીએ છીએ. પાણીની 10 થી 12 બોટલ્સમાંથી 1 કિલો પોલીએસ્ટર યાર્ન તૈયાર થઇ શકે છે. હાલમાં સુરતમાં મહિને અઢીસોથી ત્રણસો ટન જેટલું યાર્નનો ઉપયોગ જુદા-જુદા પ્રકારના ફેબ્રિક તૈયાર કરવામાં થાય છે.

ગ્રીન સેલ યાર્નમાંથી સિલ્ક જેવું છે પણ સિલ્કથી 75 ટકા સસ્તું કપડું બને

યાર્ન એક્સ્પોના એક્ઝિબિટરએ કહ્યું કે તેમની કંપનીએ લાસિલ ફિલામેન્ટ યાર્ન કે જે ગ્રીન સેલ યાર્નથી ઓળખાય છે એ પર્યાવરણને સહેજ પણ નુકસાન ન થાય એ પ્રકારના રીસોર્સીસમાંથી ઉત્પાદિત થાય છે અને એથી વિશેષ સિલ્ક જેવો જ લૂક અને ટચ તથા સિન્થેટીક કપડા જેવી જ મજબૂતાઇ મળે તેવું કાપડ ગ્રીન સેલમાંથી બની રહે છે. સ્વીડન, કેનેડા જેવા દેશોમાં ખાસ પ્રકારના લાકડાના પલ્પમાંથી પાન અને યાર્નમાંથી ફેબ્રિક તૈયાર થાય છે. સ્વીડન અને કેનેડામાં યાર્ન માટે જેટલા લાકડા કાપવામાં આવે તેનાથી દસ ગણાં લાકડા કંપનીઓ રોપવા પડે છે. જેથી ત્યાંના પર્યાવરણની પણ જાળવણી લાંબા ગાળા સુધી થતી રહે અને કપડું બનાવવા માટે લાકડું પણ ન ખૂટે.

PM મોદીએ UP ને આપી 10 હજાર કરોડની ભેટ, ગોરખપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...