રોહિત શર્મા-શિખર ધવને બનાવ્યો નવો રેકોર્ડ ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા

Photo of author

By SOHAM 24 NEWS

રોહિત શર્મા -શિખર ધવને બનાવ્યો નવો રેકોર્ડ-ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વનચે મેચમાં ભારતને બન્ને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વનચે મેચમાં ભારતને બન્ને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા અને શિખર ધવને 103 રનની ભાગીદારી કરી હતી.આ સાથે વનડે ક્રિકેટમાં બન્ને બેટ્સમેનોએ ભાગીદારીમાં બે રેકોર્ડ બનાવી લીધા છે.

રોહિત શર્મા -શિખર ધવને બનાવ્યો નવો રેકોર્ડ-ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા
રોહિત શર્મા -શિખર ધવને બનાવ્યો નવો રેકોર્ડ-ગિલક્રિસ્ટ-હેડનને પાછળ છોડ્યા

પુણેઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ( रोहित शर्मा ) એકવાર ફરી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં મોટો સ્કોર કરવાનું ચુકી ગયો. તે સારી બેટિંગકરી રહ્યો હતો અને 37 બોલનો સામનો કરતા 6 ચોગ્ગાની મદદથી 37 રન બનાવી ચુક્યો હતો પરંતુ આદિલ રાશિદની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. તો શિખર ધવન પણ રાશિદનો શિકાર બન્યો હતો શિખર ધવને 56 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા. તો બન્ને બેટ્સમેનો વચ્ચે ભાગીદારીમાં 5000 રન પણ પૂરા થઈ ગયા છે.

શિખર ધવન તથા રોહિતે શર્મા બનાવ્યો રેકોર્ડ, પાછળ છૂટી ગયા હેડન-ગિલક્રિસ્ટ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને ઓપનરોએ સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી. વનડે ક્રિકેટમાં આ 17મી વખત છે જ્યારે રોહિત શર્મા- શિખર ધવન ની જોડીએ 100થી વધુની ભાગીદારી કરી છે. આ બન્ને બેટ્સમેનોએ એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનને પાછળ છોડી દીધા જેણે વનડેમાં ઓપનિંગ કરતા 16 વખત 100થી વધુની ભાગીદારી કરી હતી. હવે રોહિત શર્મા અને શિખર ધવન આ મામલે બીજા સ્થાને આવી ગયા છે. તો વનડેમાં ઓપનર તરીકે 100થી વધુની ભાગીદારીનો રેકોર્ડ સચિન અને ગાંગુલીના નામે છે. આ બન્નેએ 21 વખત સદીની ભાગીદારી કરી છે.

  • વનડેમાં ઓપનર તરીકે સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર બેટ્સમેન
  • 15- ગ્રિનિજ તથા હેન્સ
  • 21- સચિન તથા ગાંગુલી
  • 17- રોહિત શર્મા તથા શિખર ધવન
  • 16- ગિલક્રિસ્ટ તથા હેડન
  • વનડેમાં સૌથી વધુ 100થી વધુની ભાગીદારી કરનાર બેટ્સમેન
  • 26 સચિન-ગાંગુલી
  • 20 દિલશાન – સાંગાકારા
  • 18 રોહિત – કોહલી
  • 17 રોહિત શર્મા-શિખર ધવન

વધુ સમાચાર માટે…

ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં માતાજીની ગૌરવગાથા વર્ણવતો ધાર્મિક કાર્યક્રમ યોજાયો