વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું
- કોરોનાનું સંક્રમણ અટકાવવા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું
- કુલ 1181 ટેસ્ટ કરવામાં આવ્યાનું જાહેર થવા પામી છે.
- 186 લોકોનું એક દિવસમાં ટેસ્ટિંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકો ઉપર થી 641 RT-PCR અને 540 એન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવતાં કુલ 1181 ટેસ્ટ કરવામાં આવ્યાનું જાહેર થવા પામી છે. ત્યારે વઢવાણ તાલુકામાં 113 RT-PCR અને 73 એન્ટીજન ટેસ્ટિંગ મળી 186 લોકોનું એક દિવસમાં ટેસ્ટિંગ કરવામાં આવી અને જાહેર કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ