S. S. P. Jain College – ધ્રાંગધ્રા એસ.એસ.પી.જૈન કોલેજ દ્વારા અવસર લોકશાહીના અંતર્ગત રેલી યોજાઇ હતી
ધ્રાંગધ્રા એસ.એસ.પી.જૈન કોલેજ: ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
- મતદાન જાગરૂકતા સંદર્ભ વિવિધ વિષયો પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.સી સંપટના માર્ગદર્શન હેઠળ એસ.એસ.પી.જૈન કોલેજ, ધ્રાંગધ્રા દ્વારા ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોલેજના અધ્યાપકો, વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકશાહી-ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિનાં સૂત્રો સાથે આ રેલી કાઢવામાં આવી હતી.
જાગૃત મતદાર એ સુદ્રઢ લોકશાહીનો આધારસ્તંભ છે એ ઉક્તિને સાર્થક કરવા મતદાનની આવશ્યકતાથી મતદારો જાગૃત થાય અને મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે એવી અપીલ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદાન જાગરૂકતા સંદર્ભે વિવિધ વિષયો પર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એન.સી.સી. કેડેટ દ્વારા રેલીનું આયોજન કરાયું