સલમાન ખાનને રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં કરાયો દાખલ, જાણો હવે કેવી છે તબિયત
- બર્થ ડે પહેલા સલમાન ખાનને લઈને ખરાબ સમાચાર
- પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં સર્પદંશ
- હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરત ફર્યા
મોડી રાતે હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલવીડનાં દબંગ ખાન અને ફિલ્મી જગતનાં સુપરસ્ટાર સલમાન ખાનને સાંપે કરડી લેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજા જાણકારી અનુસાર હાલ તેમની તબિયત સ્થિર છે અને ઝેરનો કોઈ અસર થયો નથી. સવારે 9 વાગે તેઓની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા.
મધુબન મેં રાધિકા નાચે..ગીતના પગલે સની લિઓન વિવાદમાં, હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાનો આરોપ
ફાર્મહાઉસમાં થઈ ઘટના, હવે તબિયત સ્થિર
નોંધનીય છે કે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં સલમાનને એક સાંપે કરડી લીધું, જે બાદ રાત્રે 3 વાગ્યાની આસપાસ નવી મુંબઈનાં MGM હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ સવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને સલમાન હવે પોતાના ફાર્મ હાઉસમાં જ છે અને ખતરાની બહાર છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર તબિયત પણ સ્થિર છે અને રિકવર થઈ રહ્યો છે.
આજે છે જન્મ દિવસ
નોંધનીય છે કે 27 ડિસેમ્બરે જ સલમાન ખાનનો જન્મ દિવસ પણ છે અને એવામાં ઘણા ફેન્સને નિરાશા થઈ છે કે આ વખતે સલમાન ખાન સેલિબ્રેશનમાં સામેલ થશે કે પછી આરામ કરશે? સલમાન પોતાના પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરવા માટે ફાર્મ હાઉસ પહોંચ્યો હતો.
યુપીમાં અત્તરના વેપારી પિયુષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડ કેશ અને જ્વેલરી જપ્ત