સંદેશ ન્યૂઝ ઈમ્પેક્ટ: બોરિયાવી પાલિકામાંથી વિવાદિત બોર્ડ હટાવાયું

Photo of author

By SOHAM 24 NEWS

સંદેશ ન્યૂઝ ઈમ્પેક્ટ: બોરિયાવી પાલિકામાંથી વિવાદિત બોર્ડ હટાવાયું

સંદેશ ન્યૂઝ ઈમ્પેક્ટ: બોરિયાવી પાલિકામાંથી વિવાદિત બોર્ડ હટાવાયું

  • પાલિકામાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ
  • નગર પાલિકાની કચેરી બહાર બોર્ડ લગાવાયું હતું
  • મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ના મૂકાય તે માટે લેવાયો નિર્ણય

સંદેશ ન્યૂઝના અહેવાલની અસર બાદ આણંદ જિલ્લાની બોરિયાવી નગર પાલિકામાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બોર્ડ બીજા દિવસે ઉતારી દેવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બોરિયાવી નગર પાલિકાના ચીફ ઑફિસરે વિચિત્ર ફરમાન જારી રહ્યું હતું. જેમાં કોઈ પણ વ્યક્તિએ ટૂંકા વસ્ત્રો પહેરીને કામ અર્થે આવવું નહીં. આમ છતાં જો કોઈ ટૂંકા વસ્ત્રો પહેરીને આવેલા માલૂમ પડશે, તો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. આ સંદર્ભનું બોર્ડ પાલિકાની બહાર લગાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે વિવાદ ઉભો થયો હતો.

ચૂંટણી લડ્યા વિના જ 112 સીટો પર જીત્યા ભાજપના ઉમેદવાર, 5 રાજ્યોની ચૂંટણી પહેલા મળ્યા ખુશખબર

બોરિયાવી પાલિકાની ચીફ ઑફિસરે જણાવ્યું કે, પાલિકામાં કામ અર્થે આવતા કેટલાક મુલાકાતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોવાથી કચેરીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાય છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જો કે સંદેશ ન્યૂઝ દ્વારા સતત આ અહેવાલ પ્રસારિત કરવામાં આવતા. પાલિકાના ચીફ ઑફિસર તેમજ સત્તાધીશો દ્વારા બીજા દિવસે જ આ વિવાદિત બોર્ડ ઉતારી દેવામાં આવ્યું છે.

ગુજરાતની એક નગરપાલિકાનું ફરમાન, ટૂંકા વસ્ત્રો પહેરીને ઓફિસમાં આવવુ નહિ…

વધુ સમાચાર માટે…

સંદેશ