Site icon સોહમ 24 ન્યુઝ

Sayla- પેટ્રોલિયમ, કેમિકલના ગુનામાં ત્રણેક વર્ષથી ફરાર ઝડપાયો

Sayla- પેટ્રોલિયમ, કેમિકલના ગુનામાં ત્રણેક વર્ષથી ફરાર ઝડપાયો

Google News Follow Us Link

અનેક ગુનાઓ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લામાં તા. 3થી 12 ઓક્ટોબર સુધી ઝુંબેશ (ડ્રાઇવ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત ડીવાયએસપી વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એચ. પઠાણની સૂચનાથી પીએસઆઈ એસ.એમ.શેખ, દિનેશભાઇ જી. સાવધરી, ગૌરાંગભાઈ કે. ચાવડા અને પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા.

OIL THEFT SCAM- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટેન્કરમાંથી ગેરકાયદે તેલ ચોરીનું કૌભાંડ પકડાયું

દરમિયાન એસ.એમ.શેખને બાતમી મળી કે, સાયલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પેટ્રોલિયમ, કેમીકલના ગુનામાં પકડવાનો બાકી આરોપી ઇસ્તાકઅલી જમાલદીનખાન સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં છે. આથી આ જગ્યાએ તપાસ કરતા શખસ મળી આવ્યો જે 39 વર્ષના રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચહોટન તાલુકાના ગોલીયાર ગામના ઇસ્તાકઅલી જમાલદીન હોવાનું જણાવ્યું હતું. તેના વિરૂધ્ધમાં સાયલા પોલીસ સ્ટેશનમાં 2021ના ઓગસ્ટ મહિનામાં ગુનો નોંધાયો હતો.

AHMEDABAD – 22 વર્ષ બાદ દીકરાએ બોલેરોથી જ હત્યા કરીને બદલો લીધો, જાણો દીકરાનું ‘બદલાપુર’

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version