સાયલાના રતનપરમાં છોકરી બાબતની તકરારમાં કુહાડી અને પાઇપથી હૂમલો
- સાયલાના રતનપર ગામે રહેતા કરસનભાઇ જીલભાઇ કેરવાડીયાની સગીર પુત્રી તળાવે નહાવા ધોવા ગઈ હતી.
- એ વખતે ત્યાં હાજર ગીધા લક્ષ્મણભાઈ નામનો યુવાન ત્યાં ઊભો હતો.
- ગીધાએ સગીરા સાથે બોલાચાલી કરી હતી.
- કરસનભાઈએ ગીધાના પિતા લક્ષ્મણભાઈને ફોન કરી તેમના પુત્રને ઠપકો આપવા જણાવ્યું હતું.
સાયલાના રતનપર ગામે રહેતા કરસનભાઇ જીલભાઇ કેરવાડીયાની સગીર પુત્રી તળાવે નહાવા ધોવા ગઈ હતી. એ વખતે ત્યાં હાજર ગીધા લક્ષ્મણભાઈ નામનો યુવાન ત્યાં ઊભો હતો. સગીરાએ યુવાન ગીધાને કહ્યું કે મારે નહાવું છે. તું અહીથી જતો રહે કહેતા ગીધાએ સગીરા સાથે બોલાચાલી કરી હતી. ઘરે આવી સગીર બાળાએ તેના પિતા કરસનભાઈને વાત કરતાં કરસનભાઈએ ગીધાના પિતા લક્ષ્મણભાઈને ફોન કરી તેમના પુત્રને ઠપકો આપવા જણાવ્યું હતું.
આ બાબતનું મનદુઃખ રાખી રતનપર ગામના ગીધા લક્ષ્મણભાઈ, કુકા ઉર્ફે નાગજી લક્ષ્મણભાઈ, હરજી હમીરભાઈ, કુકા મોહનભાઈના માણસોએ રાત્રે કરસનભાઈ જીલાભાઈ ઉપર કુહાડી લાકડી પાઈપ વડે હુમલો કર્યો હતો. આ ઝધડામાં વચ્ચે છોડાવવા ગયેલા રમેશભાઈ માધાભાઈને તું અહીં કેમ આવ્યો છે તેમ કહી કુહાડીનો ઘા માથામાં ઝીંકતાં તેમને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સાયલા હોસ્પિટલે ખસેડાયા હતા.