Site icon સોહમ 24 ન્યુઝ

વિવિધ સ્કોલરશીપ યોજનાઓ અંતર્ગત સહાય મેળવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોતાના બેન્ક એકાઉન્ટ સાથે આધારલિંક કરાવવા અનુરોધ

Scholarship Scheme – વિવિધ સ્કોલરશીપ યોજનાઓ અંતર્ગત સહાય મેળવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોતાના બેન્ક એકાઉન્ટ સાથે આધારલિંક કરાવવા અનુરોધ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર નાયબ નિયામકશ્રીઅનુસૂચિત જાતિ કલ્યાણની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેસુરેન્દ્રનગર જિલ્લાની તમામ પ્રાથમિકમાધ્યમિકઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારશ્રીની વિવિધ સ્કોલરશીપ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ સહાયની રકમ જે-તે વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધી મળી રહે તે માટે આધાર બેઇઝ પેમેન્ટ સિસ્ટમથી રકમની ચુકવણી કરવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું અનિવાર્ય છે. આથી જિલ્લાની તમામ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ પોતાનું આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા નાયબ નિયામકશ્રીઅનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી-સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

બજેટને સર્વાનુમતે મંજુરી – સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version