10 દિવસમાં CMની બીજી મુલાકાત: સુરેન્દ્રનગરમાં CMની ઉપસ્થિતીમાં બિઝનેસ કોન્કલેવનો પ્રારંભ, ઉદ્યોગ ક્ષેત્રે ઝાલાવાડનું નામ મોખરે રાખવા હાકલ કરી
- મુખ્યમંત્રી છેલ્લા દસ દિવસમાં બીજી વખત ઝાલાવાડની મુલાકાતે આવ્યા
- ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 2022 બિઝનેસ કોન્કલેવનું આયોજન
- હિરાસર એરપોર્ટના કામની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ સમીક્ષા કરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. છેલ્લા દસ દિવસમાં બીજી વખત ઝાલાવાડની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ 2022નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બિઝનેસ કોન્કલેવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર શહેરના આનંદ ભવન ખાતે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી આવ્યા બાદ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 2022 બિઝનેસ કોન્કલેવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બિઝનેસકારો સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને ઝાલાવાડના બિઝનેસકારો સાથે ચર્ચા વિચારણા કરશે અને બિઝનેસનો કેમ ધંધાકીય વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ત્રણ દિવસ માટે આ બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઝાલાવાડના બિઝનેસકારો સમગ્ર દુનિયામાં પ્રખ્યાત બની અને ઝાલાવાડનું નામ રોશન કરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ઝાલાવાડના બિઝનેસકારોને કંઈક નવીનતા અને કાંઈક શીખવા મળે એ માટે બહારથી પણ બિઝનેસમેન આ બિઝનેસ કોન્કલેવમાં જોડાશે. આ મામલે ઝાલાવાડનો વિકાસ થાય અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ ઝાલાવાડ સમગ્ર ગુજરાત ઉપરાંત ભારત દેશમાં પ્રખ્યાત બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતેથી 2022 બિઝનેસ કોન્કલેવની શરૂઆત કરવામાં આવશે. ત્યારે ત્રણ દિવસ નાઈટ કાર્યક્રમોમાં ગુજરાતના સારા સારા કલાકારો ડાયરો પણ કરશે. જેમાં ઓસમાન મીર, મુખ્તાર શાહ અને દેવાયતભાઇ ખવડ પણ હાજરી આપશે. ત્યારે આ શરૂ થતાં 2022 બિઝનેસ કોન્કલેવમાં ઝાલાવાડની જનતાને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા તેમજ પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી મુખ્યમંત્રીને આવકાર્યા હતા. ઝાલાવાડનો વિકાસ થાય અને ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રે પણ ઝાલાવાડનું નામ મોખરે રહે તેવું પ્રવચનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો સિલસિલો : બેન્ક મેનેજરની હત્યા
હિરાસર એરપોર્ટના કામની સમીક્ષા કરતા મુખ્યમંત્રી સપ્ટેમ્બરમાં ઉદ્ઘાટન અંગે ચર્ચાઓ વચ્ચે રાજકોટ પાસેના હિરાસર એરપોર્ટના આગળ વધી રહેલા કામની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. તેમણે સુરેન્દ્રનગરથી સીધા હીરાસર ખાતે ખાસ હેલીકોપ્ટર મારફતે આવી પહોંચી આ એરપોર્ટની થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત એરપોર્ટની જે કામગીરી થવા પામી છે તેનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ કરી હતી.
હિરાસર એરપોર્ટના રન-વેનું કામ 90 ટકા પૂર્ણઆંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ હિરાસર એરપોર્ટના રન-વેનું કામ 90 ટકા પૂર્ણ થયેલું છે. આગામી ઓગસ્ટ 2022માં આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડીંગ ટેસ્ટીંગ કરાશે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ પૂર્ણ થતાં તેનું સંભવત: આગામી સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.
રન-વેના બોક્સ કન્વર્ટરનું કામ હાલ ઝડપભેર આગળ વધારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જુના હીરાસર ગામના સ્થળાંતર માટે જાહેરનામું અગાઉ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે. જૂના ગામતળના સ્થળાંતરની પ્રક્રિયા આગામી બે માસમાં પરિપૂર્ણ કરી દેવાશે. તેમજ એરપોર્ટ નિર્માણની પ્રથમ ફેઇઝની કામગીરી આગામી ડિસેમ્બરમાં પૂર્ણ થયા બાદ બીજા ફેઇઝની કામગીરી હાથ ધરવામાં આવશે.
બ્રીજ નિર્માણની કામગીરી જૂના હિરાસર ગામના સ્થળાંતર બાદ હાથ ધરવામાં આવશે. આ એરપોર્ટ માટે બાઉન્ડ્રી વોલ, રોડ રસ્તા સહિતની કામગીરી હાલ વેગવાન બનાવવામાં આવી છે. એરપોર્ટ પ્રિમાઇસીસમાં ચાર જેટલી વિન્ડ ફાર્મ (પવનચક્કીઓ) આવેલી છે. જેનું આગામી સમયમાં અન્ય સ્થાને જગ્યા ફાળવી સ્થળાંતર કરવામાં આવશે. એરપોર્ટનાં કામચલાઉ ટર્મિનલ, ટાવર સહિતની કામગીરી પણ હાલ શરૂ કરવામાં આવી છે.