ગેરકાયદેસર ડિઝલ અને કેમીકલનો જથ્થો જપ્ત
- ધાબામાં ગેરકાયદેસર ડિઝલ અને કેમીકલ કાઢીને ગુનાહિત પ્રવૃત્તિ
- કુલ રૂપિયા 31 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
- સાયલા પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

સાયલા તાલુકામાં ડોળિયા નજીક રવિરાજ ધાબામાં ગેરકાયદેસર ડિઝલ અને કેમીકલ કાઢીને ગુનાહિત પ્રવૃત્તિ થતી હોવાની બાતમી સાથે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના જે.એમ.પટેલ સહિત પોલીસ કર્મીએ રેડ કરેલ હતી. જેમાં 58 બેરલ અને કેરબામાં 6325 લિટર કેમીકલ, 12 હજાર લિટર ડિઝલ ભરેલું ટેન્કર, અન્ય વાહનો મળી કુલ રૂપિયા 31 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વેપારીઓની વેદના સાંભળી
ટેન્કરના ચાલક ગદવાભાઈ પરમાર, લગધીરભાઈ આલ, વિજયભાઈ યાદવ, લાલસિંહ સિસોદિયા, ગંભીરસિંહ રાઠોડ સહિત 7 આરોપીને ઝડપી લીધા હતા. ધાબુ ચલાવનાર કેમીકલનો જથ્થો કાઢવામાં મદદ કરનાર અમિતભાઈ બિહારી સહિત ત્રણ આરોપી હાજર ન હોવાનું બહાર આવ્યું હતું. સાયલા પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે VHPના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું