સુરેન્દ્રનગર શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટનું નામકરણ કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર દુધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ.શ્રી વિપીનભાઈ ટોલીયાના નામે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટના નામકરણ સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તકતી અનાવરણ કરી, રિવરફ્રન્ટનું નામકરણ કર્યું હતું.

- સુરેન્દ્રનગર શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટનું નામકરણ કરવામાં આવ્યું
- પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તકતીનું અનાવરણ
- સુરેન્દ્રનગર રિવરફ્રન્ટનું વિપીનભાઈ ટોલીયા નામકરણ કરાયું
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયાના નેતૃત્વમાં સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટેના અનેક કર્યો હાથ ધરાયા હતા. સુરેન્દ્રનગર રિવરફ્રન્ટનું કાર્ય પણ તે પૈકીનું એક હોવાથી આ કામ સાથે આજે તેમનું નામ જોડતા સુરેન્દ્રનગર શહેરે સાચા અર્થમાં તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. આ રિવરફ્રન્ટ થકી સૌ કોઈ આ વ્યક્તિને હરહંમેશ યાદ રાખશે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ વેગવંતો બન્યો છે હાલમાં પણ નવીન ઉદ્યોગો અને અનેક નવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના થકી સુરેન્દ્રનગર ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. સૌને સાથે લઈને ચાલવુ અને સૌની ચિંતા કરવી તે સાથે સરકારે નાના અને છેવાડાના લોકો માટે અનેક લોકો કલ્યાણકારી યોજનાઓ અમલીકૃત કરી છે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ઉપપ્રમુખ ઝંખનાબેન ચાપાનેરી, કારોબારી ચેરમેન બહાદુરસિંહ સોલંકી, હરીલાલા સોલંકી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
કોરોના સામેની જંગ વિપીનકુમાર ટોલીયા હાર્યા હતા
સુરેન્દ્રનગરની મુલાકાતે આજે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા છે તેવા સંજોગોમાં શહેરના રિવરફ્રન્ટના નામ કરણ વિજયભાઈ રૂપાણી દ્વારા વિપીનભાઈ ટોલીયા રાખવામાં આવ્યું છે. ત્યારે રૂપાણી પરિવાર સાથે અંગત સંબંધ ધરાવતા વિપીનભાઈ ટોલીયા આજથી છ એક માસ પહેલા કોરોનાની વૈશ્વિક મહામારી સામે જંગ હારી ગયા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરીજનોને પણ આ મામલે મોટી ખોટ પડી છે.
કોરોનાની ત્રીજી વેવની શરૂઆત!, સુરતમાં પુણેથી આવેલા દાદાને ચેપ લાગતા આખો પરિવાર સંક્રમિત
ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે સમયે સુરેન્દ્રનગર ખાતે આવ્યા અને રિવરફ્રન્ટનું નામકરણ કર્યું તે સમયે ટોળીયા પરિવાર પણ ત્યાં ઉપસ્થિત હતો ત્યારે ટોળીયા પરિવારની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા કારણ કે જે અત્યાર સુધીના નગરપાલિકાના પ્રમુખ દ્વારા કામ કરવામાં આવ્યું નથી તે ફક્ત એક વર્ષના સમયગાળામાં વિપીનભાઈ ટોલિયા એ કરી બતાવ્યું હતું તેને હવે પરિવાર તો શું સુરેન્દ્રનગર પણ કેમ ભૂલી શકે તેવા સંજોગોમાં નામકરણ સમારંભમાં ટોળીયા પરિવારની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.
દૂબઈમાં ઘડાયું હતું પાકિસ્તાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આખુ ષડયંત્ર : ગુજરાત DGP