રાજ કુંદ્રાને ‘ગુરુ’ માનતી હતી શર્લિન ચોપરા, કહ્યું ‘શિલ્પા શેટ્ટીને પણ પસંદ હતા મારા વીડિયો’
શુક્રવારે પોર્નોગ્રાફીના મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચે આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ એક્ટ્રેસે મોટો ધડાકો કર્યો હતો
- શર્લિન ચોપરાની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.
- રાજ કુંદ્રાએ કહ્યું સેમી ન્યૂડ અને પોર્ન આજના સમયમાં કોઈ મોટી વાત નથી
- રાજ કુંદ્રાએ તેને કહ્યું હતું કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયો ખૂબ ગમે છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પોર્નોગ્રાફીના મામલે શુક્રવારે એક્ટ્રેસ શર્લિન ચોપરાની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે એક્ટ્રેસને પોતાનું નિવેદન નોંધાવવા માટે બોલાવી હતી. નિવેદન નોંધાવ્યા બાદ શર્લિન ચોપરાએ ઈન્ડિયા ટુડે સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાએ તેને કહ્યું હતું કે શિલ્પા શેટ્ટીને તેના વીડિયો ખૂબ ગમે છે.
શર્લિન ચોપરાએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું ‘રાજ કુંદ્રા મારા ગુરુ હતા. તેણે મને તેમ કહીને ગેરમાર્ગે દોરી હતી કે, તે જે કંઈ પણ શૂટ કરી રહ્યો છે તે ગ્લેમર માટે નથી. મને ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, શિલ્પા શેટ્ટીને પણ મારા વીડિયો અને તસવીરો પસંદ છે. રાજ કુંદ્રાએ મને ખાતરી આપી હતી કે સેમી ન્યૂડ અને પોર્ન આજના સમયમાં કોઈ મોટી વાત નથી, આ દરેક કોઈ કરે છે અને મારે પણ આવું જ કરવું જોઈએ’.
નિવેદન નોંધાવતી વખતે રડી પડી શર્લિન ચોપરા:-
શર્લિન ચોપરા મુંબઈ ક્રાઈમ બ્રાંચ સામે નિવેદન નોંધાવતી વખતે રડી પડી હતી. જે બાદ ઈન્ટરવ્યૂમાં રાજ કુંદ્રા વિશે વાત કરતાં કહ્યું ‘મને નથી ખબર કે હું ક્યાંથી શરુ કરું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ રીતે સ્કેમમાં ફસાઈ જઈશ અને એક દિવસ મારે ક્રાઈમ બ્રાંચની સામે પોતાનું નિવેદન નોંધાવવું પડશે. જ્યારે હું પહેલીવાર રાજ કુંદ્રાને મળી ત્યારે મને લાગ્યું કે મારું જીવન બદલાઈ જશે. મને લાગ્યું કે મોટો બ્રેક મળશે. મને નહોતી ખબર કે શિલ્પા શેટ્ટીનો પતિ મારી પાસે ખોટું કામ કરાવશે’.
રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પાએ પહેલીવાર તોડ્યું મૌન, પોતાના બાળકોના હિતાર્થે કરી ખાસ વિનંતી
શર્લિને આગળ જણાવ્યું કે ‘મેં આર્મ્સપ્રાઈમ સાથે સમજૂતી કરી અને વીડિયો બનાવવાનુ શરુ કર્યું. ગ્લેમરસ વીડિયોથી શરુઆત કરી હતી પરંતુ ધીમે-ધીમે બોલ્ડ ફિલ્મોમાં જતા રહ્યા. બાદમાં મારે સેમી ન્યૂડ અને ફુલ ન્યૂડ વીડિયો કરવા પડ્યા. મને હંમેશા કહેવામાં આવતું હતું કે, તેમાં કંઈ ખોટું નથી. દરેક કોઈ આવું કરે છે’.
‘શિલ્પા શેટ્ટીને મારા વીડિયો ખૂબ પસંદ છે‘
‘રાજ કુંદ્રા મને કહેતો હતો કે શિલ્પા શેટ્ટીને મારા વીડિયો અને તસવીરો ગમે છે. તેથી મને આવા વીડિયો કરવાની પ્રેરણા મળતી હતી. જ્યારે તમે શિલ્પા શેટ્ટી જેવા લોકોથી પ્રેરિત થાઓ છો, ત્યારે તમને સમજાતું નથી કે શું સાચું છે અને શું ખોટુ છે. જ્યારે આ પ્રકારના વીડિયો બનાવવા માટે મારા વખાણ કરવામાં આવ્યા તો મને આવા કામ કરવાની પ્રેરણા મળી’.
‘શિલ્પા શેટ્ટી બિઝી વ્યક્તિ છે‘
પૂછપરછ દરમિયાન શિલ્પા શેટ્ટીએ તમામ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે, તેને પોર્નોગ્રાફી વિશે કોઈ જાણકારી નહોતી. આ અંગે પ્રતિક્રિયા આપતાં શર્લિન ચોપરાએ કહ્યું ‘શિલ્પા શેટ્ટી વ્યસ્ત વ્યક્તિ છે. કદાચ તે ભૂલી ગઈ હશે. હું શિલ્પા શેટ્ટી કે રાજ કુંદ્રાની વિરુદ્ધમાં નથી. હું પોર્નોગ્રાફી રેકેટના વિરુદ્ધમાં છું. જો તમે છોકરીઓ અથવા મહિલા પાસે બોલ્ડ સીન કરાવો છો તો તેમણે જણાવો પણ ખરા કે અશ્લીલ વીડિયો બની રહ્યા છે ન કે ગ્લેમરસ વીડિયો’.
શર્લિન ચોપરાએ વધુમાં ઉમેર્યું ‘હું ક્યારેય નહીં ઈચ્છું કે મારું બાળક આ રીતે ઈન્ડસ્ટ્રીમાં કામ કરે અને આવા વીડિયો બનાવે. આ લોકો એટલા સ્વાર્થી છે કે માત્ર પૈસા માટે આવા કન્ટેન્ટ બનાવવાનું વિચારે છે’, પોર્ન ફિલ્મ બનાવવી તે કાયદાકીય ગુનો છે, શું તને આ વાતની જાણ નહોતી? તેમ પૂછવા પર એક્ટ્રેસે કહ્યું ‘તમને રોજ કહેવામાં આવે કે ન્યૂડ થવું અને પોર્ન ફિલ્મ બનાવવી તે મોટી વાત નથી, તો તમારા મગજમાં પણ આ વાત બેસી જશે કે તમે કોઈ ખોટુ કામ કરી રહ્યા નથી. સાથે જ જ્યારે આ વાત તમે જેને ગુરુ માનો છો તેના દ્વારા કહેવામાં આવે’.
જ્યારે શર્લિનને પૂછવામાં આવ્યો કે તેણે રાજ કુંદ્રા સામે જૂહુ પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપો લગાવતી ફરિયાદ નોંધાવી છે તો તેણે કહ્યું ‘મને મારો કેસ પાછો લેવા માટે કહેવામાં આવ્યું હતું. મને પૂછવામાં આવ્યું હતું કે હું એક પરિવારને કેમ તોડવા માગુ છું. તેણે મને કહ્યું હતું કે, જો હું કેસ પાછો નહીં લઈ છું તો તે મારું કરિયર ખરાબ કરી દેશે. તે સમયે હું એટલી સશક્ત નહોતી અને મુંબઈમાં એકલી રહેતી હતી’.
શર્લિને આગળ કહ્યું ‘હવે મને અહેસાસ થયો કે હું ખોટી હતી. બંદૂકના નાળચે મારી પાસે કામ કરાવવામાં નહોતું આવ્યું, પરંતુ મને ગેરમાર્ગે દોરવામાં આવી હતી. હું વધારે મહિલાઓને આગળ આવવા અને આ પોર્નોગ્રાફી રેકેટ સામે પોતાનું નિવેદન નોંધાવવાની અપીલ કરું છું’.
સરકાર સમક્ષ રજૂ કરાયો વરસાદમાં થાંભલામાં લાગતા કરંટને ડિટેક્ટ કરતા ડિવાઈસનો Remote Monitoring Ideas