- Advertisement -
HomeNEWSShikshan Sagar: ઝાલાવાડના ચાર શિક્ષકે રાજ્યભરના શિક્ષકો અને છાત્રો માટે ‘શિક્ષણસાગર’ નામની...

Shikshan Sagar: ઝાલાવાડના ચાર શિક્ષકે રાજ્યભરના શિક્ષકો અને છાત્રો માટે ‘શિક્ષણસાગર’ નામની એપ્લિકેશન બનાવી

- Advertisement -

Shikshan Sagar: ઝાલાવાડના ચાર શિક્ષકે રાજ્યભરના શિક્ષકો અને છાત્રો માટે ‘શિક્ષણસાગર’ નામની એપ્લિકેશન બનાવી

Shikshan Sagar: ઝાલાવાડના ચાર શિક્ષકે રાજ્યભરના શિક્ષકો અને છાત્રો માટે ‘શિક્ષણસાગર’ નામની એપ્લિકેશન બનાવી

Google News Follow Us Link

Shikshan Sagar: Four teachers from Jhalawar created an app called 'Shikshansagar' for teachers and students across the state.

જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા પ્રશાંતભાઈ ભટ્ટ, પ્રતાપભાઈ ચોવટિયા, મોડજીભાઈ રાજપૂત, સુજયભાઈ પટેલે કોરોના સમયે છાત્રોને યોગ્ય માર્ગદર્શન આપવા એક વેબસાઈટ બનાવી હતી. અમુક મર્યાદા દેખાતાં તેઓએ ગુજરાતના તમામ શિક્ષકો અને છાત્રો માટે ‘શિક્ષણસાગર’ એપ્લિકેશન બનાવી અને પ્લે સ્ટોરમાં લોન્ચ કરી છે. ગુજરાતનું એક માત્ર એવું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યાં શિક્ષકો કોઈ પણ શૈક્ષણિક પ્રશ્ન કે મુંઝવણ જણાવી શકે છે.

શિક્ષક, વિદ્યાર્થી આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે

બીજા શિક્ષકો ત્યાં યોગ્ય જવાબ આપી શકે છે. ઉપરાંત કોઈ પણ વ્યક્તિ પોતે બનાવેલું સાહિત્ય ત્યાં આપી શકે છે અને જે સાહિત્ય જોઈતું હોય તે માગી શકે, એવી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા અનેક શિક્ષકોને પસંદ આવી છે. સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ, બાલમેળો, નિપુણ ભારત સહિત અનેક પ્રોગ્રામ ચાલુ છે જેના માટે જરૂરી સાહિત્યિક માર્ગદર્શન આ એપ્લિકેશન દ્વારા મળી રહે છે. શિક્ષક, વિદ્યાર્થી કે વાલીઓને આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. અને લાઈફટાઈમ ફ્રીમાં વાપરી શકે છે.

તરણેતર મેળાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી કેયુર સંપટનાં અધ્યક્ષસ્થાને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

એપ્લિકેશનની વિશેષતા

એપ્લિકેશનની વિશેષતા છે કે વાલી, શિક્ષકો, છાત્રો માટે ઉપયોગ ફ્રી છે. તમામ પ્રકારનું શૈક્ષણિક મટિરિયલ વિભાગવાર છે, જે સરળતાથી લોકો ઉપયોગ કરી શકે છે. એપ્લિકેશન 3 વિભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ટીચર વિભાગમાં શિક્ષકોએ રોજ કરવાની થતી તમામ પ્રકારની ઓનલાઈન હાજરી આ વિભાગમાં જઈ સરળતાથી ઝડપી કરી શકે છે, જેથી શિક્ષકોનો સમય બચી શકે છે.

હાઈવે પરથી ટોલ પ્‍લાઝા હટશેઃ ઓટોમેટિક કેમેરા વાહનની નંબર પ્‍લેટ વાંચશે

નાનાં બાળકો માટે બાલસગર વિભાગ પણ આકર્ષણનું કેન્દ્ર

બીજો વિભાગ વિદ્યાર્થી અને શિક્ષકો માટે છે. ધો. 1થી 8ના તમામ વિષયના પાઠદીઠ પાઠ્યપુસ્તકો, પાઠદીઠ અધ્યન નિષ્પત્તિ, શિક્ષક આવૃત્તિઓ, પાઠદીઠ યુનિટ ટેસ્ટ નમૂના માટે, ઓનલાઈન ક્વિઝ, 3 ગીત તેમજ આ સિવાયનું પણ ઘણું બધું જે ધોરણવાર, વિષયવાર અને પાઠવાર છે, જે સરળતાથી લોકો ઉપયોગ કરી શકે છે.​​​​​​​નાનાં બાળકો માટે બાલસગર વિભાગ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્રીજો વિભાગ શિક્ષકો અને શાળા માટે શૈક્ષણિક મટિરિયલ મૂકવામાં આવ્યું છે. જેમ જરૂર પડે શિક્ષણમાં કોઈ નવો પ્રોગ્રામ આવે એટલે તેને લગતું મટિરિયલ ફાઈલ વગેરે અપડેટ થઈ શકે છે.

મોંઘવારી: સિંગતેલના ડબ્બાનો ભાવ પહેલીવાર 3,000ને પાર; મગફળીમાં ઘટ, 90% ઓઇલ મિલ બંધ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Chotila – ચોટીલા સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો

Chotila - ચોટીલા સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. જેમાં ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાથી ઘેરાયેલું છે, ત્યારે ફરી એકવાર સુખપરાના મહીલાઓ અને પુરુષો રજૂઆત કારવા નગરપાલિકાએ પહોંચ્યા હતા.અને ચોટીલા ચીફ ઓફિસરને પાણી, ગટર અને રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી...