દેવભૂમિ દ્વારકાના સલાયા ગામનું જહાજ ઇરાનના દરિયામાં ડૂબ્યુ, લાઈફબોટની મદદથી 10 ખલાસી બચ્યા

Photo of author

By SOHAM 24 NEWS

દેવભૂમિ દ્વારકાના સલાયા ગામનું જહાજ ઇરાનના દરિયામાં ડૂબ્યુ, લાઈફબોટની મદદથી 10 ખલાસી બચ્યા

દ્વારકાના સલાયાનું વહાણ ખરાબ હવામાનના કારણે ડૂબ્યું છે. ફેઝે તાઝુદિન બાબા-2 નામના વહાણે ઈરાનના દરિયામાં જળસમાધિ લીધી હતી. આ વહાણ અંદાજિત 6 કરોડની કિંમત ધરાવતું અને ૧૦૦૦ ટનવાળી કેપેસિટી ધરાવતું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હતા. વહાણમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.

Google News Follow Us Link

દેવભૂમિ દ્વારકાના સલાયા ગામનું જહાજ ઇરાનના દરિયામાં ડૂબ્યુ, લાઈફબોટની મદદથી 10 ખલાસી બચ્યા

  • જહાજ મુન્દ્રાથી ખાંડ ભરીને નીકળ્યું હતું.
  • 1000 ટનવાળી કેપેસિટી ધરાવતું હતું, ફેઝે તાઝુદિન બાબા-2 જહાજ  
  • ફેઝે તાઝુદિન બાબા-2 નામના વહાણે ઈરાનના દરિયામાં જળસમાધિ

દ્વારકાના સલાયાનું વહાણ ખરાબ હવામાનના કારણે ડૂબ્યું છે. ફેઝે તાઝુદિન બાબા-2 નામના વહાણે ઈરાનના દરિયામાં જળસમાધિ લીધી હતી. આ વહાણ અંદાજિત 6 કરોડની કિંમત ધરાવતું અને 1000 ટનવાળી કેપેસિટી ધરાવતું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હતા. વહાણમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.

24 ડિસેમ્બર, 2021 ના રોજ આ ઘટના બની હતી. ફેઝે તાઝુદિન બાબા-2 નામનું જહાજ મુન્દ્રાથી ખાંડ ભરીને નીકળ્યું હતું. આ જહાજ દ્વારકાના સલાયા ગામના રહેવાસી હસન કાસમ ભોકલ નામના વેપારીનું હતું. આ જહાજ 1000 ટનની કેપેસિટી ધરાવતુ હતું. જેની કિંમત 6 કરોડ રૂપિયા હતી. 25 ડિસેમ્બરના રોજ જહાજમાં ખાંડ ભરવામાં આવી હતી અને જહાજ ઈરાન જવા નીકળ્યુ હતું. ત્યારે જે મંગળવારે વહેલી સવાર આ ઘટના બની હતી.

ગુજરાતમાં આગામી તહેવાર પર પ્રતિબંધ! જાહેરનામું અમલી; ચાઇનિઝ દોરી- તુક્કલ વેચનારા ખાસ વાંચી લેજો નહીં તો…

મંગળવારે સવારે ઈરાનના દરિયામાં વાતાવરણ બગડ્યુ હતું. ખરાબ હવામાનને કારણે જહાજ ડગમગવા લાગ્યુ હતું. જેથી તેમાં સવાર 10 ખલાસીઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. લાઈફબોટ દ્વારા તમામ કર્મચારીઓનો બચાવ થયો હતો. તેના બાદ જહાજે દરિયામં જળસમાધિ લીધી હતી.

Google પોતાની પહેલી સ્માર્ટવોચ Pixel Watch 2022માં લોન્ચ કરશે, ફીચર્સ જોઈ પડી જશે મોજ

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link