Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી

સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી

સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી

શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર વઢવાણ સહિત જોડીયા શહેરોમાં સતવારા સમાજ દ્વારા શ્રી સિધ્ધનાથ સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર ના ઉપક્રમે દેવાધિદેવ મહાદેવજી શિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા વઢવાણ થી નીકળીને સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ સીધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરિપૂર્ણ થાય છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી ના લીધે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં ન હોવાથી અને સમાજમાં કોઈપણ વ્યક્તિ ઉપર બીમારીનું જોખમ ઊભું ન થાય તેને ધ્યાને રાખીને સિધ્ધનાથ મહાદેવ મંદિરની શોભા યાત્રા નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાહેર થવા પામ્યું છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version