સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ‘જીવ હી શિવ હૈ’ સૂત્રને સાર્થક કર્યું, PM મોદી સોમનાથમાં અતિથિગૃહ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં નવા સર્કિટ હાઉસના ઉદ્ઘાટન સમયે જય સોમનાથથી સંબોધનની શરૂઆત કરી હતી.
- મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે
- આવનાર સમયમાં સોમનાથ ટુરિસ્ટ પોઇન્ટ બની જશે
- સર્કિટ હાઉસ બનતા સુવિધાઓ વધશે
– મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે, ભગવાન સોમનાથની આરાધાનામાં આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ભક્તિ પ્રદાનાય કૃપા અવતિરણમ કમ સોમનાથમ પ્રપ્ધ્યેય એટલે ભગવાના સોમનાથની કૃપા અવતિરણ હોય છે. હું આ વિકાસ કાર્યને દાદાની કૃપા માનું છું. થોડા સમય પહેલા અહીં અનેક વિવિધ વિકાસ કામના લોકાર્પણ થયા હતા. મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે.
ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલનું મોટું નિવેદન,રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન
– આવનાર સમયમાં સોમનાથ ટુરિસ્ટ પોઇન્ટ બની જશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યાત્રાળુઓને સર્કિટહાઉસમાંથી સમુદ્ર કિનારો અને સોમનાથ મંદિરના દર્શન પણ થશે. આવનાર સમયમાં સોમનાથ ટુરિસ્ટ પોઇન્ટ બની જશે. આ સાથે જ સરકારને સોમનાથ વિકાસ મામલે અભિનંદન પાઠવ્યા છે. સર્કિટ હાઉસ બનતા સુવિધાઓ વધશે. 1 કરોડ શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરમાં શીશ ટેકાવવા આવે છે. આ સાથે જ યાત્રાળુઓ ઘણી બધી યાદોને સાથે લઈને જતા હોય છે.
– સોમનાથ મંદિર ટ્રસ્ટે ‘જીવ હી શિવ હૈ’નું સૂત્ર સાર્થક કર્યું
‘જીવ હી શિવ હૈ’ સૂત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સાર્થક કર્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો દ્વારકા, સોમનાથ, કચ્છ, ધોળાવીરાની અચૂક યાદ આવી જાય છે. આ સાથે વિવિધ ધાર્મિક સ્થળનો ઉલ્લેખ કર્યો હતો. છેલ્લા 7 વર્ષમાં સરકાર દ્વારા પર્યટન ક્ષેત્રમાં હરળફાળ વિકાસ કર્યો છે.
Circuit House Inaugurated: થોડીવારમાં પીએમ મોદી સોમનાથમાં બનાવેલ નવા સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે
– કોણ કોણ વર્ચ્યુઅલી સમારંભ જોડાયું
CM ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતાં. જ્યારે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સોમનાથ ખાતે સમુદ્ર દર્શન વોક-વે પર 50 હોડીમાં મશાલ સાથે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
– શું છે અતિથિગૃહની ખાસિયતો?
ગીર સોમનાથમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અતિથિગૃહ તૈયાર કરાયું છે. 30 કરોડ 55 લાખના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહ તૈયાર કરવામાં આવ્યું છે.ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ અતિથિગૃહનો પ્રારંભ કરાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ નવનિર્મિત અતિથિગૃહ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો પણ પ્રવાસીઓ માણી શકશે. કુલ 15 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં 4 માળનું વિશાળ નવનિર્મિત અતિથિગૃહ તૈયાર કરવામાં આવ્યું છે.જ્યારે તેનો કાર્પેટ એરિયા 7 હજાર 77 ચોરસ મીટર છે.અદ્યતન સુવિધા સાથેના આ અતિથિગૃહમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ અને 24 ડીલક્ષ રૂમ છે.તેમજ કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ રૂમ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમની પણ સુવિધા ઉપલભ્ધ છે.આ ઉપરાંત આ અતિથિગૃહમાં 200 લોકોની ક્ષમતાવાળા ઓડીટોરીયમ હોલની પણ સુવિધા છે.
LIC IPO : દેશના સૌથી મોટા IPO ની સફળતા માટે સરકાર FDI પોલિસીમાં ફેરફાર કરશે, જાણો વિગતવાર