Site icon સોહમ 24 ન્યુઝ

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

Google News Follow Us Link

ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેજવાહર નવોદય વિદ્યાલય-ધ્રાંગધ્રામાં વર્ષ 2023-2024 માટે ધોરણ-9(લેટરલ એન્ટ્રી)ની ખાલી પડેલ જગ્યાઓ સંદર્ભે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ઉમેદવારો www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in વેબસાઈટ પરથી વિનામૂલ્યે ઓનલાઈન અરજી તા.15/10/2022 સુધીમાં કરી શકશે. ઉમેદવાર ધોરણ-8માં શૈક્ષણિક વર્ષ 2022-2023માં સરકારી/સરકાર માન્ય શાળામા જે તે જિલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પરીક્ષા આપવા પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઇચ્છુક ઉમેદવારની જન્મ તા.01/05/2008થી તા.30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.આ નિયમ એસ.સીએસ.ટી સહિત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

વિસ્તૃત જાણકારી જેમકે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પરથી મેળવી શકાશે તેમજ જે તે જિલ્લાની નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીનો સંપર્ક કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા.11/02/2023ના રોજ લેવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

Kaun Banega Crorepati 14: જુડવા ભાઈઓની સ્ટોરી સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા, જાણો શું થયું પછી

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version