- Advertisement -
HomeNEWSશેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 60000 તો Nifty 18000 નીચે સરક્યો

શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 60000 તો Nifty 18000 નીચે સરક્યો

- Advertisement -

શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 60000 તો Nifty 18000 નીચે સરક્યો

શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, Sensex 60000 તો Nifty 18000 નીચે સરક્યો

  • નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે  શેરબજારમાં ઘટાડો
  • નાણાકીય સૂચકાંકમાં લગભગ 1 ટકાની નબળાઈ છે.
  • શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું. 

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે  શેરબજાર(Share Market)માં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગમાં સેન્સેક્સ(Sensex) 400 પોઈન્ટથી વધુ તૂટ્યો જ્યારે નિફ્ટી(Nifty) પણ 18000ની નીચે આવી ગયો છે. બેંક અને ફાઇનાન્શિયલ શેરોમાં પ્રોફિટ બુકીંગ થયું છે. નિફ્ટી પર PSU બેન્ક ઇન્ડેક્સ 1 ટકા તૂટ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ પણ 1 ટકા નીચે છે. નાણાકીય સૂચકાંકમાં લગભગ 1 ટકાની નબળાઈ છે.

આજે ઓટો, આઈટી, મેટલ, ફાર્મ અને એફએમસીજી ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ 30ના 27 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ લુઝર્સમાં HDFC, ICICIBANK, KOTAKBANK, TATASTEEL, HINDUNILVR, SBI, Infosys અને HCLTECH નો સમાવેશ થાય છે.

વૈશ્વિક સંકેત નબળા

વૈશ્વિક સંકેતો નબળા રહ્યા છે. આજના કારોબારમાં SGX નિફ્ટી સહિત મુખ્ય એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે યુએસના મુખ્ય બજારોએ પણ 8 દિવસથી ચાલી રહેલા સતત ઉછાળા પર બ્રેક લગાવી દીધી છે. ડાઉ જોન્સમાં 112 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 36,320 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 અને Nasdaqમાં પણ નબળાઈ જોવા મળી હતી. એશિયન બજારોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. SGX નિફ્ટી લગભગ અડધા ટકા તૂટ્યો છે. Nikkei 225, Straight Times, Hang Seng, Taiwan Weighted, Kospi અને Shanghai Composite પણ નબળા દેખાઈ રહ્યા છે.

IPO Update

Nykaa આજે શેરબજારમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ લગભગ 82 ગણો ભરવામાં આવ્યો હતો. આ સામે લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સનો રૂ. 600 કરોડનો IPO આજે ખુલ્યો છે. સેફાયર ફૂડ્સનો IPO પહેલા દિવસે લગભગ અડધો ભરાઈ ગયો છે. Paytmનો IPO બીજા દિવસ સુધી લગભગ અડધો ભરાયો છે.

96 દેશોએ આપી ભારતની બંને વેક્સીન કોવેક્સીન અને કોવિશીલ્ડને માન્યતા

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે

આજે 10 નવેમ્બરે કેટલીક કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે તેમના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં BOB , India Cements, Oil India,, Zomato, Affle India, Berger Paints, Glenmark Life Sciences, KIMS, Mazagon Dock Shipbuilders, Metropolis Healthcare, Nuvoco Vistas Corporation, Pidilite Industries અને Tata Teleservices નો સમાવેશ થાય છે.

બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું

શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 112 પોઈન્ટ (0.19%) ઘટીને 60,433 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 24 પોઈન્ટ (0.13%) ઘટીને 18,044 પર બંધ થયો હતો.સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. મારુતિ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક અને ટાઇટનનો સમાવેશ થાય છે. ડુસઇન્ડ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એરટેલ માં વધારો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેરો વધ્યા હતા જ્યારે 25 શેરોમાં ઘટાડો હતો. બ્રિટાનિયા, એચડીએફસી બેંક, એચડીએફસી, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ ઘટતા શેરોમાં સામેલ હતા. ટાટા મોટર્સ, હીરો મોટો કોર્પ, એસબીઆઈમાં તેજી દેખાઈ હતી.

સુરેન્દ્રનગરનાં થિયેટરમાં ચાલુ ફિલ્મમાં યુવકે અડપલાં કરતાં મારામારી, લોકોએ માર મારતા યુવકે સાગરીતો બોલાવ્યા

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...