સતત બીજા દિવસે કારોબારની તેજી વચ્ચે આ શેર્સ ઉપર રાખવી જોઈએ નજર
બેંક અને નાણાકીય શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઓટો, આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ નિફ્ટી પર લગભગ 1 ટકાનો વધારો દર્શાવે છે. મેટલ, ફાર્મા અને એફએમસીજી શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
- આરબીઆઈની મોનેટરી પોલિસીની જાહેરાત પહેલા માર્કેટમાં જોરદાર તેજી
- બેંક અને નાણાકીય શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
આરબીઆઈની મોનેટરી પોલિસીની જાહેરાત પહેલા માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટના જોખમમાં ઘટાડો થવાના અહેવાલથી વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી છે, આ અસર સ્થાનિક બજાર પર દેખાઈ રહી છે.
બેંક અને નાણાકીય શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઓટો, આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ નિફ્ટી પર લગભગ 1 ટકાનો વધારો દર્શાવે છે. મેટલ, ફાર્મા અને એફએમસીજી શેરોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. લાર્જ કેપ શેરોમાં પણ જોરદાર એક્શન છે. સેન્સેક્સ 30ના 29 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેઇનર્સમાં Infosys, HCLTECH, TECHM, ICICIBANK, TCS, RELIANCE, BHARTIARTL, BAJFINANCE, LT, INDUSINDBK અને SBIનો સમાવેશ થાય છે.
રોકાણ સામે અઢળક નફો આપનાર IPO માં શેર્સ નથી લાગ્યા ? ચિંતા ન કરશો અનેક તકો છે હજુ કતારમાં
ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક વધારા સાથે જોવા મળી રહ્યા છે. એક નજર આજના પ્રારંભિક કારોબાર દરમ્યાનની હલચલ ઉપર
– લાર્જકેપ
વધારો : વિપ્રો, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ
ઘટાડો : એનટીપીસી, હિંડાલ્કો અને કોલ ઈન્ડિયા
– મિડકેપ
વધારો : એમફેસિસ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, જિંદાલ સ્ટીલ, બજાજ હોલ્ડિંગ્સ અને એન્ડયોરન્સ ટેક્નો
ઘટાડો : વર્હ્લપુલ, ટોરેન્ટ પાવર, મોતિલાલ ઓસવાલ, આલ્કેમ લેબ અને જિંદાલ ફૂડ
– સ્મોલકેપ
વધારો : 63 મૂનસ ટેક, કારદા કંસ્ટ્રક્ટ, રેમ્કી ઈન્ફ્રા, એન્ટરપ્રાઈઝ નેટવર્ક અને બીએફ યુટિલીટી
ઘટાડો : ટાટા ટેલિસર્વિસ, કિલપેસ્ટ, એમટીએનએલ, સાટિન ક્રેડિટ અને અરવિંદ સ્માર્ટ
શેરબજારની તેજીમાં ક્યાં શેર કરાવી રહ્યા છે લાભ? જાણો અહેવાલ દ્વારા
આજે Tega Industries IPO ના શેરની ફાળવણી થશે
Tega Industries IPO Share Allotment Status: ખનિજ અને ખાણ ઉદ્યોગમાં સેવાઓ પૂરી પાડતી કંપની ટેગા ઇન્ડસ્ટ્રીઝ(Tega Industries) ના IPOમાં રોકાણ કરનારા સફળ રોકાણકારોને આજે 8 ડિસેમ્બરે શેરની ફાળવણી થઇ શકે છે. નશીબદાર રોકાણકારોના ડીમેટ ખાતામાં 10 ડિસેમ્બર સુધીમાં શેર આવી જશે. કંપનીના સ્ટોક લિસ્ટ 13 ડિસેમ્બરના રોજ થશે.
મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો
ટેગા ઇન્ડસ્ટ્રીઝના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ 219 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારોથી માંડીને છૂટક રોકાણકારો સુધી દરેકે આ ઈશ્યુમાં ક્રેઝ દર્શાવ્યો છે. સબ્સ્ક્રિપ્શન અને વર્તમાન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ સ્ટોક બજારમાં પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.