Avedan – પવિત્ર પુરૂષોતમ માસ અને શ્રાવણમાસ, પયુર્ષણપર્વ દરમ્યાન માંસ-મટનની દુકાનો-લારીઓ પરનું વેચાણ બંધ કરાવવા આવેદન
પવિત્ર શ્રાવણ માસ નિમિતે ગેરકાયદેસર રીતે ચાલતાં કતલખાનાઓ અને માંસ-મટનની દુકાનો બંધ કરાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ, સુરેન્દ્રનગરએ રજૂઆત કરી છે. શ્રાવણ માસ અને પયુર્ષણપર્વ દરમ્યાન પોલિસને સાથે રાખીને રેડ પણ પાડેલ છે.
છતાંય સુરેન્દ્રનગરમાં મીલ રોડ પરનાં વિસ્તાર તથા શહેરનાં અન્ય સ્થાનો પર ગેરકાયદેસર રીતે કતલખાનાઓ ચાલુ જ હોય છે. ખુલ્લેઆમ રોડ ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો અને લારીઓ ઉપર નોનવેજ અને માંસ-મટન વહેંચાતા હોય છે. જેનાં ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી તેથી અમો આપને પગલાં લેવા અપીલ કરી છે.
Youth Employment – યુવા રોજગારીઓ દ્વારા નવા સ્ટાર્ટ અપને વેગ મળે તે હેતુથી બેઠક
પવિત્ર પુરૂષોતમ માસ અને ત્યારપછી પવિત્ર શ્રાવણમાસ અને પર્યુષણ પર્વ શરૂ થઈ રહ્યો છે. જેમાં હિન્દુઓ માટે પુજા-પાઠ અને જીવદયાનું મહત્વ હોય છે. ગૌ-પાલક ભગવાન કૃષ્ણનો જન્મદિવસ પણ આ માસમાં આવશે ત્યારે આપને અપીલ કરીએ છીએ કે ગેરકાયદેસર ચાલતા તમામ કતલખાનાઓ વિરૂધ્ધ કડક હાથે પગલાં લેવામાં આવે અને રોડ રસ્તા પર ખુલ્લે આમ વહેંચાતા માસ-મટનની દુકાનો લારીઓ બંધ કરાવીને તેનાં માલિકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
આ ઉપરાંત ધાર્મિક સ્થાનોની બાજુમાં અને ઘાર્મિક સ્થાનોનાં મુખ્ય રોડ ઉપર જ માંસ-મટનની લારીઓ-દુકાનો જે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે ઈરાદાપૂર્વક જ ખોલાયેલ છે તે તમામ દુકાનો અને લારીઓને હટાવવા અંગે કડક હાથે પગલાં લેશો એવી અમારી માગણી છે.
આ ઉપરાંત વઢવાણમાં નવા દરવાજાની બાજુમાં જયાં પૌરાણિક શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને શ્રધ્ધાળુઓ જયાં પુજા કરે છે તેની બાજુમાં જ પુરાતત્વ સ્મારકને દબાવીને ગેરકાયદેસર ‘બોમ્બે એ-વન બિરયાની’ દુકાન ખોલેલ છે. આ અગાઉ આ બાબતે અરજી કરેલ ઉપર કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.
Rajkot Division Employees Honored – રાજકોટ ડિવિઝનના 11 કર્મચારીઓને DRMએ સન્માનિત કર્યા