Avadheshwar Mahadev – અવધેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રી દરમિયાન ભાગવત કથાનું આયોજન
અધિક માસને ધ્યાને રાખી અવધેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રી દરમિયાન ભાગવત કથાનું આયોજન 18-7 થી 16-8 દરમિયાન કરવામાં આવ્યું છે સતત એક મહિના સુધી રાત્રિના આઠ થી દસ દરમિયાન કથા યોજાય રહી છે. કથાના વક્તા તરીકે પૂજારી શાસ્ત્રી કૌશિકભાઈ જોશી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો પણ સ્થાનિક લોકોના સહયોગથી ઉજવવામાં આવી રહ્યા છે.
પરસોતમ માસ રહેતી મહિલાઓ માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અવધેશ્વર મહાદેવના મંદિર માટે જેઓનું મહત્વનું યોગદાન છે તેવા સ્વર્ગીય આત્માને મોક્ષ ગતિ અને ચીર શાંતિ મળે તેને ધ્યાને રાખી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા નો સહયોગ ટ્રસ્ટી મંત્રી વનરાજસિંહ રાણા તેમજ પ્રમુખ નિરૂભા તેમજ મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ પુરો પાડી રહ્યા છે.
Audichya Sahasra Brahmin – વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન