Strict Action – સુરેન્દ્રનગર કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા વર્ષ 2022માં મુદ્રાંકન ફી પેટે રૂ.47.32 લાખની વસુલાત કરાઈ
મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, જિલ્લા તોલમાપ વિભાગના મદદનીશ નિયંત્રક જે.એચ આદેસરાના માર્ગદર્શન હેઠળ નિરીક્ષકશ્રી આર.એસ.રાઠોડ તથા એન.વી.ધરજીયા સહીતની ટીમ દ્વારા વર્ષ-2022માં ગ્રામ્ય, શહેરી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
વધુ ભાવ લેવા બાબતે 29 ફરીયાદ
આ તપાસ અંતર્ગત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તથા સી.એન.જી પંપ, વે-બ્રિજ તેમજ ઇલેક્ટ્રીક અને સાદા વજનકાંટાની વાર્ષિક તથા દ્વિ વાર્ષિક ચકાસણી મુદ્રાંકન ફી પેટે રૂ.47,32,465 વસુલ કરવામાં આવ્યા હતાં. નિયત સમયગાળામા ચકાસણી મુદ્રાંકન ન કરાવેલ હોય તેવા 35 વેપારી સામે નિયમાનુસાર કાર્યવાહી કરી રૂ.26,000 માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવ્યા હતાં. ઓછા વજન આપવા બાબતે તેમજ પેકીંગ પર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે 29 ફરીયાદ મળેલ હતી.
એકમો સામે નિયમ/કલમ ભંગ બદલ કાર્યવાહી
આ ફરીયાદ અન્વયે આકસ્મિક તપાસ કરતા 26 એકમો સામે ઓછા વજન આપવા બાબતે રૂ.35250 માંડવાળ ફી તેમજ 41 એકમો સામે વધુ ભાવ લેવા બાબતે રૂ.88000 માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટ ફોર્મ પર તેમજ અન્ય સાઇટ પર વેચાણ અર્થે મૂકવામાં આવતી પ્રોડક્ટ દ્વારા અધુરા નિદર્શન દર્શાવવા બદલ તેમજ પી.સી.આર.નિયમ/કલમ ભંગ બદલ 10 એકમો સામે કાર્યવાહી કરી રૂ.3,81,000 ની માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. તોલમાપ ધારાની અન્ય કલમનાં ભંગ બદલ 49 એકમો સામે નિયમાનુંસાર કાર્યવાહી કરીને 1,23,500/- માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી. વર્ષ-2022માં કુલ 161 એકમો સામે નિયમ/કલમ ભંગ બદલ કાર્યવાહી કરી કુલ રૂ.6,53,750 માંડવાળ ફી વસુલ કરવામાં આવી હતી તેમ યાદીમાં જણાવાયું છે.
વઢવાણ મેડિકલ હોલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો