Wadhwan – સમસ્યાગ્રસ્ત વઢવાણનું સુડવેલ, 10 સોસાયટીના રસ્તા પર ગટરના પાણી
- નવી બનેલી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
વઢવાણ કોઠારીયા રોડ પર સુડવેલ વિસ્તાર પ્રાથમિક સુવિધા ઝંખે છે. આ વિસ્તારની 10 જેટલી સોસાયટીમાં રસ્તા પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધા નથી. હાલ પાણી ભરાતા લોકોને રોગચાળાનો ભય ફેલાયો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાના છેવાડાના વિસ્તારોમાં નવી નવી સોસાયટીઓ બનતા વિસ્તાર વધી રહ્યો છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. વઢવાણ કોઠારીયા રોડ પર અનેક સોસાયટી નવી બની રહી છે. પરંતુ ચોમાસામાં બહાર નીકળવું મુશ્કેલી રૂપ બને છે. સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના સુદવેલ વિસ્તારમાં પાણી રસ્તા ગટર ઝંખી રહ્યો છે.
SURENDRANAGAR – સુરેન્દ્રનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત 60 સફાઈ કામદારોને છૂટા કરી દેતા રોષ
આ વિસ્તારમાં લઘુમતી વિસ્તારના લોકો વધુ રહે છે. વોર્ડ નં6માં આવેલ સુડવેલ સમસ્યા ગ્રસ્ત બન્યુ છે આ અંગે રસીદભાઇ, મહેન્દ્રભાઇ, હનીફભાઇ સહિતનાઓ જણાવ્યુ કે અમારા વિસ્તારમાં રસ્તો બન્યો જ નથી પીવાનુ પાણી મળતુ નથી ગટર ન હોવાથી ગંદા અને વરસાદી પાણીનો નીકાલ થતો નથી ચોમાસામાં કીચડ રાજ થઇ જતુ હોવાથી બહાર નીકળવુ કપરૂ બની જાય છે. જેમાં બીમાર અને પ્રસુતીના સમયે વાહન પણ અંદર ન આવી શકતા હોવાની સ્થિતિ સર્જાઇ જાય છે. આથી ખુબ સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ ડબલ ઋતુ વચ્ચે રોગચાળો ફેલાવાની ભીતી રહે છે.
GANESH LADDU – હૈદરાબાદમાં 1 કરોડ 87 લાખમાં વેચાયેલા ગણેશ લાડુની શું કહાણી છે?