આત્મહત્યા : સુરતમાં માતાએ પોતાના 1 વર્ષના વ્હાલસોયાને ઝેર દઈ કરી લીધો આપઘાત, કચરો નાખવાનું બહાનું કરી ભર્યું આ પગલું
ઝડફિયા સર્કલ પાસેથી માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં, પતિએ મિસિંગની નોંધાવી હતી પોલીસ ફરિયાદ
- સુરતમાં માતાએ પોતાના 1 વર્ષના પુત્રને ઝેર પીવડાવ્યું
- 1 વર્ષના પુત્રને ઝેર આપી માતાએ પણ કરી આત્મહત્યા
- સુરતના કાપોદ્રા વિસ્તારમાં બની ઘટના
સુરતમાં માતાએ પોતાના 1 વર્ષના પુત્રને ઝેર પીવડાવી આપઘાત કરી લેતાનો બનાવ બનતા ચકચાર મચી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ પાસેથી માતા-પુત્ર ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં જે બાદ તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મૃત્યુ થયું હતું.
કચરો નાખવા જવાનું કહી મહિલા ઘરેથી નિકળી હતી
ઘટનાની મળતી માહિતી મુજબ વરાછા શિવધારામાં રહેવાશ કરતાં જીગ્નેશ ગજેરા હીરાના કારખાના કામ કરતાં હોવાથી તે રોજ મુજબ બનાવના દિવસ પણ કારખાને ગયા હતા. ત્યારે બપોરના સમયે તેમની 30 વર્ષની પત્ની ચેતના ગજેરા 1 વર્ષના નાના પુત્ર અંશને લઈ ઘરેથી નીકળી ગઈ હતી. પડોશીને અંશ રડતો હોવાથી બહાર કચરો નાખવાને બહાનું કાઢ્યું હતું. જે બાદ તેઓ ઘરે પાછા ફર્યા ન હતા.
રાહતના એંધાણ! : પેટ્રોલ-ડીઝલના રેટ કંટ્રોલમાં રાખવા મોદી સરકારનો માસ્ટર પ્લાન, મંત્રીએ આપ્યું નિવેદન
ગુમ થયાની કરી હતી ફરીયાદ
જ્યારે કારખાનેથી જીગ્નેશ ગજેરા ઘરેથી પરત આવ્યા ત્યારે ઘરમાં ન તેમનો પુત્ર હતો ન પત્ની જેથી તાત્કાલિક આસપાસ પાડોશમાં તપાસ કરી હતી. અને મોડી રાત સુધી કોઈ ભાળ ન મળતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસને એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેમની જીગ્નેશભાઈ ઓળખ કરી લીધી હતી.
કેમ ભર્યું આ પગલું?
પરિવારના જણાવ્યા અનુસાર ઘણા સમયથી મૃતક ચેતનાબેનનો સ્વભાવ તામશી થઈ ગયો હતો. 2-3 વર્ષ પહેલા પણ તેમનું માનસિક સંતુલન ખોરવાયું હતું.પણ હાલ કોઈ પારિવાર સમસ્યા કે ઝઘડો ન હતો. માનસિક સંતુલન ગુમાવી દેતાં પગલું ભર્યાની પરિવારે અંદેશો વ્યક્ત કર્યો છે.