Surat: સાંજે 5:50 એ PG-નીટમાં મેરિટ જોયું અને 10 જ મિનિટમાં યુવકે આપઘાત કર્યો

Photo of author

By SOHAM 24 NEWS

સુરત: સાંજે 5:50 એ PG-નીટમાં મેરિટ જોયું અને 10 જ મિનિટમાં યુવકે આપઘાત કર્યો

Google News Follow Us Link

સાંજે 5:50 એ PG-નીટમાં મેરિટ જોયું અને 10 જ મિનિટમાં યુવકે આપઘાત કર્યો

આજના યંગસ્ટર્સ એટલી જલ્દી હતાશ થઈ જાય છે કે તેઓ આત્મહત્યા કરતા પહેલા એક સેકન્ડ પણ વિચારતા નથી. સુરતમાં આપઘાતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમા એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છે. સુરતમાં PG-નીટમાં 435 માર્ક મેળવનારા અડાજણના તબીબ યુવકે આપઘાત કર્યો છે. તો બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો.

  • સુરતમાં આપઘાતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે.
  • PG-નીટમાં 435 માર્ક મેળવનારા યુવકે આપઘાત કર્યો
  • બીજી તરફ, પોલીસ ભરતી માટે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો 

આજના યંગસ્ટર્સ એટલી જલ્દી હતાશ થઈ જાય છે કે તેઓ આત્મહત્યા (depression) કરતા પહેલા એક સેકન્ડ પણ વિચારતા નથી. સુરતમાં આપઘાતની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમા એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છે. સુરત (Surat) માં PG-નીટમાં 435 માર્ક મેળવનારા અડાજણના તબીબ યુવકે આપઘાત (suicide) કર્યો છે. તો બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો.

મેરિટ લિસ્ટ જોઈ તબીબી યુવક હતાશ થયો 

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય ડો.શ્રેયસ મોદીએ આત્મહત્યા કરી છે. ડો શ્રેયસે સ્મીમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો અને MD (એનેસ્થેસિયા) માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરતો હતો. ડો. શ્રેયસ મોદીએ સ્મીમેરમાંથી MBBS કર્યા બાદ MD-એનેસ્થેસિયા માટે NEET આપી હતી. સોમવારે નીટનું મેરિટ લિસ્ટ આવ્યુ હતું. શ્રેયસને 435 માર્ક મળ્યા હતા. મેરિટ લિસ્ટ જોઈને યુવક ભારે હતાશ થઈ ગયો હતો. જેથી તેણે આત્મહત્યા કરી હતી.

અમેરિકાના ડોક્ટર્સનો ગજબ પ્રયોગ, ડુક્કરના હૃદયનું માનવમાં સફળ ટ્રાન્સપ્લાન્ટેશન

મેરિટ લિસ્ટ જોયાના 10 મિનીટમાં જ આત્મહત્યા કરી

435 માર્ક મળતા જ શ્રેયસ હતાશ થઈ ગયો હતો. મેરિટ લિસ્ટમાં જોતાં 10 જ મિનિટમાં ફાંસો ખાઈ લીધો હતો. શ્રેયસના 435 માર્ક્સ આવવા છતાં મેરિટમાં નામ ન હતું. મેરિટ લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો. પરિવારે જણાવ્યું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો.

યુવતીએ આત્મહત્યા કરી

બીજી તરફ, પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતાં યુવતીએ ફાંસો ખાધો હતો. કતારગામની ક્રિષ્નાની એક મહિના પહેલાં સગાઇ થઇ હતી. ક્રિષ્ના રોજ વહેલી સવારે ઉઠીને પ્રેક્ટિસ માટે જતી હતી. પરંતુ પિતાએ આ માટે ના પાડતા તેને લાગી આવ્યુ હતું અને બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ઉર્ફી જાવેદે કેમ ‘જાવેદ અખ્તર લખેલી ટીશર્ટ પહેરી? જાણો કારણ

વધુ સમાચાર માટે…

ZEE ૨૪ કલાક

Google News Follow Us Link