Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર, દૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિરદૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી

બાળ ગોપાલને ઝૂલે ઝુલાવી ધન્યતા અનુભવી

Google News Follow Us Link

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સુરેન્દ્રનગરની મુલાકાત દરમિયાન વડવાળા મંદિર, દૂધરેજ ખાતે ભગવાન વડવાળા દેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડવાળા દેવનું મુખ્યમંત્રીશ્રીએ ભાવપૂર્વક પૂજન કરતા જનસુખાકારીની પ્રાર્થના કરી હતી. અન્ય મહાનુભાવો સાથે મુખ્યમંત્રીશ્રીએ બાળ ગોપાલને ઝૂલે ઝુલાવ્યા હતા. પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રીએ ભાવપૂર્વક પ્રજાજનોની સુખાકારી માટે સંતો અને મહંતશ્રી કનિરામ બાપુ અને કોઠારીશ્રી મુકુંદરામ બાપુનાં આશીર્વચન મેળવ્યા હતા. સુરેન્દ્રનગરની મુલાકાતથી વડવાળા મંદિર દર્શનનો લાભ મળતો હોવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા, વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ વડાશ્રી હરેશ દુધાત, અગ્રણી સર્વશ્રી શંકરભાઈ વેગડ,  બાબુભાઈ દેસાઈ, પુનમભાઈ મકવાણા,  આઈ.કે. જાડેજા, જગદીશભાઈ મકવાણા, અમરીશભાઈ, વર્ષાબેન દોશી, સુરાભાઈ રબારી તેમજ મંદિરના સંતો સહિત રબારી સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાન વડવાળા મંદિર, દૂધરેજથી તિરંગા યાત્રાને પ્રસ્થાન  કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  દૂધરેજ ખાતે વડવાળા મંદિરનાં દર્શન કર્યા બાદ એક  વિશાળ ‘તિરંગા યાત્રા‘ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત કરાયેલી આ યાત્રાની શરૂઆતમાં વરસાદ શરૂ થવા છતા લોકોનો ઉત્સાહ અવિરત જળવાઈ રહ્યો હતો. ભારત માતા કી જય,વંદે માતરમ્ જેવા નારાઓના જયઘોષ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ 750 થી વધુ બાઈક સવારોની આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા, વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, શંકરભાઈ વેગડ, બાબુભાઈ દેસાઈ, પુનમભાઈ મકવાણા,  અમરીશભાઈ, વર્ષાબેન દોશી, સુરાભાઈ રબારી અને મોટી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યા હતાં.

Surendranagar : સુરેન્દ્રનગરમાં આજે 1551 ફૂટ લંબાઈના અને 350 કિલો વજનના તિરંગા સાથે યાત્રા નિકળશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version