Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરના હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ પુત્રવધૂના 25મા જન્મદિવસે રૂ.25 લાખનું દાન કર્યું

સુરેન્દ્રનગરના હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ પુત્રવધૂના 25મા જન્મદિવસે રૂ.25 લાખનું દાન કર્યું

સુરેન્દ્રનગરના હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ પુત્રવધૂના 25મા જન્મદિવસે રૂ.25 લાખનું દાન કર્યું

Google News Follow Us Link

સુરેન્દ્રનગરના વતની અને દેશ વિદેશમાં હાસ્ય કલાકાર તરીકે જેમની સારી નામના છે તેવા હાસ્ય કલાકારે પોતાની પુત્રવધૂના જન્મ દિવસે જમણવાર કે મોટા કાર્યક્રમ રાખીને ખોટા દેખાડા કરવાની જગ્યાએ પુત્રવધૂના 25મા જન્મ દિવસે જુદી જુદી સંસ્થાઓમાં રૂ.25 લાખનું દાન કરીને નવી કેડી કંડારી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વતની ડો.જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર તરીકે ખૂબ જાણીતા છે. દેશ વિદેશમાં તેમના અનેક સફળ પ્રોગ્રામો યોજાતા હોય છે. તા.12 ઓકટોબર 2017ના રોજ તેમના 50 વર્ષ પૂર્ણ થયા હોય વાન પ્રસ્થાનના વધામણાનો કાર્યક્રમ કર્યો હતો.

જેમાં રૂ.11 કરોડનું દાન કરવાનો સંકલ્પ લીધો હતો. અત્યાર સુધીના 5 વર્ષમાં તેઓ રૂ.5 કરોડથી વધુનું દાન આપી ચૂક્યા છે. ​​​​​​​તેમના પુત્રવધુ ડો.રૂષાલી મૌલીકભાઇ ત્રિવેદીનો 8 જુલાઇના દિવસે 25મો જન્મ દિવસ હતો. આ જન્મ દિવસે તેમણે રૂ.25 લાખનું દાન કર્યું હતું.

જેમાં જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝાના વતન દેવકા ખાતે આવેલી વિદ્યાપીઠમાં કન્યાઓને શિક્ષણ માટે વર્ગખંડ

બનાવવા માટે રૂ.15 લાખ તથા લીંબડી કેળવણી મંડળ સંચાલીત પાણશીણા, શિયાણીની શાળાઓમાં લાયબ્રેરી અને

ઓરડા બનાવવા માટે રૂ.10 લાખનું દાન આપ્યું હંતુ. આ બાબતે ડો.જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે જન્મ દિવસની

ઉજવણી પાછળ ખર્ચ કરીને ખોટો દેખાડો કરવા કરતા આવી સંસ્થાઓમાં દાન આપવાથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થાઇ શકે છે.

સુરેન્‍દ્રનગરમાં તા.21 સપ્ટેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22 સપ્ટેમ્બરના રોજ જિલ્‍લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version