સુરેન્દ્રનગર – જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડેની ઉજવણી કરાઈ

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર – જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડેની ઉજવણી કરાઈ

જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડેની ઉજવણી કરાઈ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર - જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડેની ઉજવણી કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવાર અંતર્ગત 0થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી દેવાનું આયોજન કરાયું છે. જેમાં 862 બૂથ પર 3450 આરોગ્ય કર્મચારીઓ અને 184 સુપરવાઇઝરો ફરજમાં મૂકાયા હતા. જિલ્લાના 10 તાલુકાના અંદાજે 2,16,010 બાળકને પોલીયોની રસી પીવડાવાના લક્ષ્યાંક સામે 1,82,429 બાળકને રસી પીવડાવામાં આવી હતી. જ્યારે બાકી રહેલા 33,581 બાળકનું આજે અને મંગળવારે ઘરે ઘરે જઇને રસીકરણ કરાશે.

સમગ્ર દેશ પોલિયો મુક્ત બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પોલીયો રવિવાર ઉજવી 0થી 5 વર્ષની વયના બાળકોને પોલિયોની 2 ટીપાં રસી પીવડાવવામાં આવે છે. ત્યારે સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડે (પોલિયો) રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ પણ પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 10 તાલુકાના અંદાજે 2,16,010 બાળકમાંથી 1,82,429 બાળકને 2 ટીપાં પોલિયોની રસી પીવડાવામાં આવી હતી.

સુરેન્દ્રનગર - જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડેની ઉજવણી કરાઈ

આરોગ્ય વિભાગ દ્વારા કુલ લક્ષ્યાંકની 84.85 ટકા જેટલી કામગીરી કરવામાં આવી હતી. જેમાં 862 બૂથ પર 3450 આરોગ્ય કર્મચારી અને 184 સુપરવાઇઝર ફરજમાં મૂકાયા હતા. જ્યારે બાકી રહેલા 33,581 બાળકને આજે અને મંગળવારે વિવિધ ટીમ દ્વારા ઘેર ઘેર જઇને રસીકરણ કરવામાં આવશે.

સુરેન્દ્રનગર - જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાની સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડેની ઉજવણી કરાઈ

તા.18 સપ્ટેમ્બરને રવિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પેશિયલ નેશનલ ઇમ્યૂનાઈઝેશન ડે (પોલિયો)નું જિલ્લા કક્ષાનો

ઉદઘાટન સમારોહ અર્બન હેલ્થ સેન્ટર જોરાવરનગર ખાતે યોજાયો હતો.

જેમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ, આરસીએચઓ ડો.પી.કે.શ્રીવાસ્તવ,

નગરપાલિકા સભ્ય જીતેન્દ્રસિંહ ચાવડા, આરોગ્ય વિભાગના દેવાંગભાઈ રાવલ, મેડિકલ ઓફિસર મોનાબેન પરમાર તેમજ અર્બનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણનાં અઘ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link