સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ અને માનવ સેવા ઉત્થાન સમિતિના
ઉપક્રમે ” વિશ્વ મહિલા દિવસ ” ઉજવણી કરવામાં આવી.
- જન જાગૃતિ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો
- ” વિશ્વ મહિલા દિવસ ” ઉજવણી કરવામાં આવી.

👉જન જાગૃતિ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો જેમાં સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબ ઈશીતા ગઢવીએ 80 દર્દીઓને વિનામૂલ્યે તપાસી દવા વિતરણ કરવામાં આવી.
👉આંખ રોગના ડોકટર બ્રિજેશ પટેલ અને ઉપાસના મેડમે 70 દર્દીઓની આંખ તપાસ મોતિયાના દર્દીઓને સિવિલમાં રિફર કરવા જણાવ્યું.
સુરેન્દ્રનગર શહેરના રતનપર માનવ ધર્મ આશ્રમ ખાતે મહિલા દિવસ નિમિત્તે નારી ઉત્થાન, નારી સશક્તિકરણ અને મહિલા જન જાગૃતિ નો પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં માનવ ધર્મ આશ્રમ ખાતે ઝાલાવાડ ના સામાજિક કાર્યકર સુબોધ જોષી,મહાત્મા પ્રવીણા બાઇજી, સોનિયા દવે આ પ્રસંગે વિશ્વ મહિલા દિન ઉજવણી નિમિતે ઝાલાવાડ મા વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતા તેમજ સુરેન્દ્રનગર -વઢવાણ -દુધરેજ નગર પાલિકા મા ચૂંટાઈ ને આવેલ નગરસેવક સ્મિતાબેન રાવલ, શિખાબેન કશ્યપભાઈ દવે, નીરવ અશ્વિનભાઇ દવે, જીગ્નાબેન પંડ્યા, લીલાબેન પાટડીયા, અને દક્ષાબેન દલવાડી સહિતના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વ મહિલા દિન નિમિતે યોજેલ સ્ત્રી સાક્ષરતા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
-A.P : રોપોર્ટ