Surendranagar- નકટીવાવ મેલડીમાં મંદિરે જતો રસ્તો બંધ કરાતા ખેડૂતો ખફા
જમીન માલિક બિલ્ડર હોવાથી રસ્તો બંધ કરાયાનો ખેડૂતોનો આક્ષેપ
વઢવાણ કોઠારિયા હાઇવેથી પ્રસિધ્ધ નકટીવાવ મેલડી – માતાના મંદિરે જવાનો રસ્તો છે. આ રસ્તો બંધ થતા 5 ખેડૂતો ખફા થયા છે. ખેતરોમાં જવાનો રસ્તો બંધ થતા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં રસ્તો ખુલ્લો કરવાની માંગ કરતા તંત્રે તપાસના આદેશો આપ્યા છે.
વઢવાણ નકટીવાવ મેલડી માતાજી મંદિર પ્રખ્યાત છે. આ મંદિર તરફ જવા કોઠારીયા હાઇવે પર કાચો રસ્તો છે. આ રસ્તો બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આથી આ સ્થળે વઢવાણ અને કોઠારીયાના ખેડૂતો ભેગા થયા હતા. જેમાં રમેશભાઈ, રાજુદાન વગેરેએ કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા. આ તકે ખેડૂતોએ જણાવ્યું કે અમો વર્ષોથી અમારા ખેતર અને મેલડી માતાના મંદિરે આ રસ્તે જ વાહનો લઇને જઇએ છીએ.
CRPFમાંથી નિવૃત્તિ બાદ વતન લખતરમાં પરત ફરતા જવાનનું પરિવાર અને ગ્રામજનો દ્વારા સ્વાગત
કોઠારીયા હાઇવેથી મેલડી માતાના મંદિરે જવાનો રસ્તો ગેરકાયદે રીતે બંધ કરાયો છે. હાલ ખેડૂતોનો પાક બગડવાની શક્યતા છે. આ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવાની માંગ કરી હતી. આથી કલેકટર કચેરી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. વઢવાણ શહેરના ખેડૂતોને સૌથી વધુ અસર કર્તા હોવાથી મામલો મામતદાર કચેરીમાં પહોંચ્યો છે. જ્યારે જમીન માલિક બિલ્ડર હોવાથી રસ્તો બંધ કરવાનો કારસાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. હાલ લીંબડી ધ્રાંગધ્રાને જોડતા હાઈવેની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ રસ્તો બંધ કરાશે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે.
Patdiના યુવકના આપઘાત કેસમાં યુવકના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત
દિવ્ય ભાસ્કર