Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર
- 16 એપ્રિલ તથા 23 એપ્રિલના દિવસે ખાસ ઝુંબેશનું આયોજન
- મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરવા/ કમી કરવા/ સુધારવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની જાહેર જનતાને અપીલ
સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, તા.01/04/2023ની લાયકાત તારીખ સંદર્ભ ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.05/04/2023થી તા.23/04/2023 સુધી નક્કી કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા.05/04/2023ના રોજ કરવામાં આવી હતી.
રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.16/04/2023 રવિવાર તથા તા.23/04/2023 રવિવારના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેથી જિલ્લામાં સમાવિષ્ટ 60-દસાડા, 61-લીંબડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધાંગધ્રા વિધાનસભા મત વિભાગોમાં ઉપરોક્ત દિવસો દરમ્યાન બી.એલ.ઓ. સવારે 10:00 કલાકથી સાંજે 05:00 કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. વધુમાં સૌ લોકોને નામ દાખલ કરવા,નામ કમી કરવા,સુધારા-વધારા વગેરે માટે મતદાન મથકની રૂબરૂ મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.
જો આપનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ હોય તો આપના નામ અંગેની બી.એલ.ઓ પાસે ચકાસણી કરાવી લેવી. તા.17/06/2022ના રાજપત્રથી થયેલ સુધારા મુજબ નવા ફોર્મ 6(ખ) દ્વારા આધાર નંબર મતદાર યાદી સાથે લીંક કરાવવા માટે યાદીમાં જણાવ્યું હતું.આથી આ જાહેરનામું કાઢીને આરોપી નં.(2) પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા ત.કોળી અને આરોપી નં.(3)સદામભાઈ યુનુશભાઇ સમાણા મેમણને સદરહું ફરિયાદનો જવાબ આપવા સારું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-30માં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટ સમક્ષ સવારના 10:30 કલાકે પોતાની જાતને સરન્ડર કરવા અથવા સેશન્સ જજ સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું છે.
સાયલા તાલુકાનાં કેસરપર ગામે હોમિયોપેથીક સારવાર નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો