Surendranagar: સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં મોડી સાંજે વરસાદ
Surendranagar – સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં મોડી સાંજે વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે ભડાકા અને તડાકા સાથે વીજળી પડવાથી બાળક સહિત 2 લોકોના મોત થયા હતા. ત્યારે રવિવારે જિલ્લામાં લઘુતમ 26.0 અને મહતમ 35.3 ડિગ્રી તાપમાનો પારો રહ્યો હતો. વરસાદ પડવા છતા બફારા તેમજ ગરમીના કારણે તેની જનજીવન પર અસર પહોંચી હતી. ત્યારે રવિવારે મોડી સાંજે સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળવાની સાથે વાતાવ રણ ઠંડુ થયાનો લોકોએ અહેસાસ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી-ટ્રાફિક ચેકિંગમાં 10 વાહનો ડિટેઇન કરી 1.20 લાખનો દંડ કરાયો
મોરબી જિલ્લાના હળવદ શહેર અને આસપાસના ગામોમાં શનિવારે મોડી સાંજે પડ્યા બાદ મોડી રાત્રે હળવદ તાલુકાના નવા કોયબા ઢવાણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આમ વરસાદ સાથે કડાકા ભડાકા વીજળીના ભડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું.
નિર્મલા સીતારમણે ગેરકાયદે લોન એપ્સ પર કાર્યવાહી શરૂ કરી
હળવદ તાલુકાના નવા કોયબા ગામની સીમમાં આવેલી મુન્નાભાઈ દેવજીભાઈ સોલંકીની વાડીમાં ભેંસ બાંધેલી હતી. ત્યારે ભેંસ પર એકાએક વીજળી ત્રાટકતાં ભેંસનો ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું. બનાવના પગલે આજુબાજુના ખેતમજૂરો, ગામ ગામ લોકો ટના સ્થળે દોડી આવ્યા હતા. આમ ભેંસના મોતથી ખેડૂતના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજુ ફરી હતું. જ્યારે વીજળી પડવાથી સદનસીબે કોઈ મોટી જાનહાની થતી અટકી હતી.